Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

કોટડાસાંગાણીના રાજપરા ગામે લુ લાગવાથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા કપીરાજને બચાવતુ વન વિભાગ

કોટડાસાંગાણી, તા.૯: કોટડાસાંગાણીના રાજપરા ગામે બીમાર કપીરાજ ચડી આવતા ગામ લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ રાજપરા પહોંચી કપીરાજનો કબ્જો મેળવી સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવ્યો હતો.

ઉનાળાના પ્રારંભથીજ તાપમાનનો પારોઙ્ગ બેતાલીશ ડિગ્રી સુધી પહોંચી જાય છે જેના કારણે જન જીવન પર વ્યાપક અસર જોવા મળે છે માનવજાતની સાથે પશુ પંખીઓની હાલત પણ કફોડી  ત્યારેરાજપરા ગામે મનહરભાઈ ચૌહાણના ફળીયામા આવેલ ચીકુના ઝાડ નીચે લુ લાગવાથી બીમાર પડેલા કપીરાજ જોવા મળતા તેઓમા આશ્યર્ય ફેલાયુ હતુ.પરંતુ ત્યારબાદ કપીરાજ હાંફતા અને હલન ચલન ન કરી શકતા તે બીમાર અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાનુ હોવાનુ માલુમ થતા તેઓએ ગામ લોકોને જાણ કરતા ગામના જીવ દયા પ્રેમીઓ ત્યા ધસી આવ્યા હતા અને કપીરાજને સારવારની જરૂર હોવાથી વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટર ટી એ જોષી ગાર્ડ એમ બી જાળેલા રાજપરા પહોંચી કપીરાજની સાર સંભાળ લીધી હતી ત્યારબાદ વધુ સારવારની જરૂર હોવાથી તાલુકા એનીમલ ડોકટર હેતલ કારેથાનો સવારના નવેક વાગે સંપર્ક કરતા તેઓ બહાર હોવાનુ જણાવ્યું હતુ અને ૧૧:૩૦ કલાકે અંતે એઆઈ વર્કર રાજપરા આવી કપીરાજને પ્રાથમીક સારવાર આપી હતી ત્યારબાદ વધુ સારવારની જરૂરિયાત હોવાથી વન વિભાગના કર્મચારીઓએ ગાડિની વ્યવસ્થા કરી કપીરાજને વધુ સારવાર અર્થે જુનાગઢ સ્થિત શક્કરબાગ ઝુ ખાતે રિફર કરાયો હતો કપીરાજને ઉનાળાના કારણે લુ લાગવાથી બીમાર પડ્યો હતો. આમ કપીરાજનો તાત્કાલિક ધોરણે કબ્જો મેળવી તેમને સારવાર વન વિભાગે મોકલી આપ્યો હતો.

અમે દર વખતે હાજરજ ન હોપઃએનીમલ ડોકટર

આ મામલે એનીમલ ડોકટર હેતલ કારેથાએ જણાવેલકે મને વન વિભાગ તરફથી જાણ થઈ હતી પરંતુ હુ નવી મેંગણી બાજુ ગૌશાળાના હેલ્થ શર્ટી માટે આવેલી છુ મે અમારા એઈ વર્કરને રાજપરા જવાની સુચના આપેલી છે. અને અંતે એનીમલ ડોકટર હેતલ કારેથા જાણે સરકાર પાસેથી પગાર લીધા વગર એનીમલોની ફ્રિ સેવા કરતા હોઈ તેમ રૂઆબ વ્યકત કરી જણાવેલ કે દર વખતે બધા હાજરતોના હોઈને.

(11:55 am IST)