Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

જસદણ શહેર ભાજપના સહ પ્રભારી તરીકે દિનેશભાઈ હિરપરાની નિમણૂક

જસદણ તા. ૯:  જસદણ શહેર ભાજપના સહ પ્રભારી તરીકે નગરપાલિકાના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન દિનેશભાઈ મનજીભાઈ હિરપરાની તાજેતરમાં નિમણૂક કરવામાં આવી છે. સતત બે દાયકા સુધી નગરપાલિકાના સભ્ય તરીકે રહી ચૂકેલા દિનેશભાઈ હિરપરાની જસદણ શહેર ભાજપના સહ પ્રભારી તરીકે નિમણૂક થતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા જસદણના પૂર્વ ધારાસભ્ય અને સરદાર પટેલ જળસંચય યોજનાના ચેરમેન અને જિલ્લા ભાજપ મહામંત્રી ડો. ભરતભાઈ બોદ્યરા, યાર્ડના પૂર્વ ચેરમેન પોપટભાઈ રાજપરા, રાજકોટ જિલ્લા ભાજપના મંત્રી હિરેનભાઈ સાકરીયા, રાજકોટ જિલ્લા મહિલા ભાજપના મહામંત્રી રમાબેન મકવાણા, ચંદુભાઈ કચ્છી, ધીરુભાઈ ભાયાણી, જસદણ ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, યુવા ભાજપના પ્રમુખ વિજયભાઇ રાઠોડ, અરુણભાઈ વઘાસિયા, ભાજપના અગ્રણી ભરતભાઈ, પંકજભાઈ, જીગ્નેશભાઈ, બીજલભાઇ, અશોકભાઈ, શૈલેષભાઈ સહિતના આગેવાનોએ આ નિમણૂકને આવકારી છે.

(11:54 am IST)