Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

એનએફડીઆઇ ફેશન ડીઝાઇન ઇન્ટિટયુટ દ્વારા ગોંડલમાં ભવ્ય ફેશન શો યોજાયો

ગોંડલ શહેરના આંગણે એનએફડીઆઇ ફેશન ઇન્સ્ટિટયુટ દ્વારા ભવ્ય ફેશન ગ્રાન્ડ ઓપનીંગ તેમજ ભવ્ય ફેશન શો  યોજાયા જેમાં ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ પીપળીયા, ગણેશસિંહ જાડેજા, મંજૂલાબેન ધડુક, અર્પનાબેન આચાર્ય, સંધ્યાબા જાડેજા તેમજ તમામ સમાજના મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ગોંડલ શહેરમાં પ્રથમ વખત ફેશન ડીઝાઇન ઇન્સ્ટિટયુટની સ્થાપના પૂર્વ પ્રમુખ રીનાબેન ભોજાણી તેમજ વિશાલભાઇ ધડુક દ્વારા કરવામાં આવી. જેમાં લોકોએ ઉત્સાહથી સાથ અને સહકાર આપ્યો હતો. જેનો ઉદેશ મહિલા સશકિતકરણ ને સાથ આપવાનો છે. જેમાં દીકરીઓ અભ્યાસ કરી પોતાના પરિવારને આર્થિક સહાય ને મદદરૂપ થવા બળવાન બની રહેશે.

(11:53 am IST)