Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

બોટાદની સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળામાં રકતદાન કેમ્પ સંપન્ન

બોટાદ, તા.૯: અહીંના ભૈરવા ચોક વિસ્તારમાં આવેલ શ્રી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા નં.૧૩ ખાતે તાજેતરમાં જ નગર પ્રા.શિક્ષક સંઘ અને જાયન્ટસ ગૃપ ઓફ બોટાદના સહયોગથી આ શાળાના દિવંગત સ્વ.ગીરીશભાઇ યાદવની સ્મૃતિમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

શિક્ષક સંઘના પ્રમુખ શ્રી રણજીતભાઇ ગોપાળિયા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કિશોરભાઇ પીપાવત, વાઇસ ચેરમેન મગનભાઇ, જાયન્ટસ ગૃપના પ્રોજેકટ ચેરમેન શ્રી દિલીપભાઇ ભલગામિયા તથા શ્રી લાલજીભાઇ કળથિયા અને શ્રી મહેન્દ્રભાઇએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ.

આ કાર્યક્રમમાં સ્વ. ગિરીશભાઇ યાદવના પુત્ર પ્રતિક યાદવ દ્વારા સર્વેનો આભાર માનવામાં આવેલ અને તમામ માટે ચા-કોફી બિસ્કિટની વ્યવસ્થા કરેલ.

રકતદાન કેમ્પમાં ભાગ લેનાર તમામને જાયન્ટસ ગૃપ દ્વારા દિવાલ ઘડિયાળો અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ.

રકતદાન કેમ્પ માટે સ્થાનિક રીતે શ્રી અજયભાઇ સોલંકી તથા શ્રી ધીરૂભાઇ રોજાસરા અને શાળાના આચાર્યશ્રી ભાવેશભાઇ જોરાણિયા તથા શાળા પરિવાર દ્વારા ઊચિત વ્યવસ્થા કરવામાં આવેલ.

(11:53 am IST)