Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી -:

ધોરાજીમાં સરકારી હોસ્પિટલ ખાતે પરિચારક ગણ અને નર્સિંગ સ્ટુડન્ટસ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ ઉજવણી કરાઇ હતી. જેમાં સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ, ડો. ઘેટીયા, પારેખ ભાઇ, એ બેટી બચાવો અંગે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપ્યુ હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોસ્પીટલ સ્ટાફ, નર્સીંગ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર : કિશોરભાઇ રાઠોડ -ધોરાજી)

(11:51 am IST)