Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ધોરાજીમાં આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ વગર મંજૂરીએ દુકાનો ઉપર કોંગ્રેસનો ધ્વજ

શહેર ભાજપના પૂર્વ પ્રમુખની દુકાન ઉપર કોંગ્રેસનો ધ્વજ ફરકાવતા વિવાદ

ધોરાજી, તા.૯: ધોરાજીમાં સ્ટેશન રોડ ત્રણ દરવાજા બજાર સોની બજાર શાક માર્કેટ રોડ સુધી ૫૦૦થી વધુ દુકાનોના બોર્ડ ઉપર કોંગ્રેસનો ધ્વજ ફરકાવતા આચાર સંહિતાના ભંગ જોવા મળ્યો હતો બનાવના ૧૨ કલાક બાદ પણ કોઇ કાર્યવાહી જોવા મળેલ ન હતી.

શહેર ભાજપના પૂર્વ પ્રમુખની દુકાન ઉપર પણ કોંગ્રેસનો ધ્વજ જોવા મળતા વિવાદ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીના સ્ટેશન રોડ ત્રણ દરવાજા સિંધી કાપડ બજાર દરબારગઢ સોની બજાર મેઇન બજાર શાકમાર્કેટ રોડ સુધી અંદાજે ૫૦૦ થી વધુ દુકાનો ઉપર કોંગ્રેસનો ધ્વજ કોઈપણ જાતની મંજૂરી વગર લગાવી દેતા અને સોની બજાર ખાતે આવેલ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરા ની દુકાન ઉપર કોંગ્રેસનો ધ્વજ લગાવેલ જોવા મળતા વિવાદ સર્જાયો હતો આ સમયે લલીતભાઈ વોરાએ જણાવ્યું કે હું ભારતીય જનતા પાર્ટીનો વર્ષોજૂનો કાર્યકર્તા અને પૂર્વ પ્રમુખ છું તેમજ ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળનો પણ હું પ્રમુખ છું મારી કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર કોંગ્રેસના લોકોએ કોંગ્રેસનો ધ્વજ મારી દુકાન ઉપર લગાવ્યો છે તે વ્યાજબી નથી અને ખુલ્લેઆમ આચારસંહિતાનો ભંગ છે જે બાબતે ચૂંટણીપંચે કાર્યવાહી કરવી જોઈએ કોઈપણની દુકાન ઉપર ધ્વજ લગાવતા પહેલા ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ એનું ફોર્મ ભરવાનું આવતું હોય છે અને વેપારીઓને મંજૂરી બાદ જ રાજકીય પક્ષના ધ્વજ લગાડી શકાય છે પરંતુ આજે ધોરાજીમાં મેન બજાર થી માંડીને તમામ વિસ્તારોમાં આ પ્રકારે કોંગ્રેસના ધ્વજ જોવા મળતા કાયદેસરની આચારસંહિતાનો ભંગ ગણાય આ બાબતે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.

સોની વેપારી અગ્રણી હિતેશભાઈ ધીનોજા પ્રતાપભાઈ વઢવાણા જયેશભાઇ આચવાણી વિગેરે જણાવેલ કે અમારી દુકાનો પર કોંગ્રેસનો ધ્વજ લગાવ્યો છે તેને કોઈ જાતની મંજૂરી આપેલ નથી.

ઉપરોકત બાબતે વેપારીઓએ પોતાની દુકાનો પરથી કોંગ્રેસના ધ્વજ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:51 am IST)