Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

શાપુર-સરાડીયા-પોરબંદર રેલ્વે લાઇનનું કામ કયારે થશે?: એક સમયનું માન્ચેસ્ટર ગણાતું માણાવદર ભાંગી પડયું: કાલે જૂનાગઢ આવતા મોદી ઉપર લોકોની મીટ

માણાવદર તા. ૯ :.. માણાવદર પંથક એક તરફ નપાણીયો છે તો રાજકીય રીતે પણ નપાણીયા નેતાઓ હોવાની ખુલ્લે આમ પ્રજાજનોમાં ચર્ચા થઇ રહી છે કેમ કે આ પંથકમાં ર૦-રર વર્ષમાં વિકાસના બદલે વિનાશ થયો છે ૧રપ જીનીંગ ઉદ્યોગમાં માંડ ૧૦ જીનીંગ ચાલતા હશે પીવાના પાણી ૭ દિવસે મળે ૩૬ વર્ષથી  રેલ્વે લાઇન ઉખેડી નાખી છે તેના કોઇ ઠેકાણા નથી ધારાસભ્ય કોંગ્રેસના હતા ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તો ઉકેલ કેમ ના થયો ? તે પ્રશ્ન પ્રજાજનો ચર્ચા કરી રહ્યા છે. હવે કોંગી ધારાસભ્ય ભાજપમાં પક્ષ  પલ્ટો કર્યો છે ત્યારે તા. ૧૦-૪-૧૯ આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી  જૂનાગઢ ખાતે ચૂંટણી પ્રચાર માટે આવે છે ત્યારે માણાવદર પંથકના ભાગ્યોદય કરાવી શકે તેવી શાપુર-સરાડિયા-પોરબંદર રેલ્વે લાઇન શરૂ કરવાની જાહેરાત કરશે કે કેમ ? આ રેલ્વે લાઇન શરૂ થાય તો જુનાગઢ-સોમનાથ-પોરબંદર ત્રણ જીલ્લા અસંખ્ય તાલુકા - ગામડાં ને સુવિધા મળી શકે સૌથી મહત્વના બે ધર્મ સ્થાનો સોમનાથ મહાદેવ મંદિર ત્થા પોરબંદર તરફ દ્વારકા મંદિર જોડાય શકે તથા આ રૂટમાં રેલ્વેને ટ્રકો રૂટ મળે આવક  થાય માલ પરિવન થઇ શકે.

ભાજપ સરકારને યાદ અપાવવું જરૂરી છે કે સમગ્ર ભારતમાં જનસંઘની પ્રથમ પાલિકા માણાદરની જનતાએ વિશ્વાસ મુકી સતા આપી હતી. આ રેલ્વે લાઇનથી નરસિંહા નગરીથી સુદામાપુરી ત્થા ગોમતીના તટ સુધી ફાયદો મળી શકે ત્યારે મોદી ઉપર સમગ્ર પંથકની જનતા આ રેલ્વેલાઇનની જાહેરાત કરશે કે કેમ ? તેની ઉપર મીટ માંડીને બેઠી છ.ેશું માણાવદર તાલુકાને કોઇ સ્પ્નનીંગ ઝોન, કે કાપડ મીલોની જાહેરાત કરશે કે પછી માત્ર વાતોના વડા કરી મતો મેળવવા પ્રવચનોનો ઉપયોગ થશે ? હાલ ઔદ્યોગીક રીતે માણાવદર પંથક ભાંગીને ભુકો થયો છ.ેગામડા ત્થા શહેરી વિસ્તારમાંથી લોકો રોજી રોટી માટે પલા થવુ થઇ રહ્યા છેતેથી સામાજીક વ્યવસ્થા ભાંગી પડી છે. વૃદ્ધ મા બાપ ગામડે રવુ પડે ને રોજગારી માટેદિકરાને સીટીમાં ભાગવુ પડેછે. જે  વરવુ ચિત્ર છે. જો સ્થાનિક રોજગારી માટે કોઇમોટો લાભ થાય તેવુ કરવુ રહ્યું પાણીની પુરતી વ્યવસ્થા નથી આજે એક વખતના માનચેસ્ટર ગણાત્રા માણાવદરનો વિકાસ રૂધાયો છે માત્ર વિકાસ થાય તે માટે પક્ષ પલ્ટો કર્યો? તેવું કરે  આગેવાનો પરંતુ કેન્દ્રમાંથી પણ પોતાની સરકાર પાસે કામ કરાવી શકત કે કેમ ? તેવી ચર્ચા થઇ રહી છે પ્રજાજનો પીએમ મોદી સામે મીટ માંડી બેઠા છે.

(11:47 am IST)