Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ધ્રાંગધ્રાના રામપરામાં પૈસાની ઉઘરાણી બાબતે અજુભાઇ મદારીયા પર ભાઇ, ભાભી, ભત્રીજાનો હુમલો

દેવીપુજક પ્રોઢને રાજકોટ ખસેડાયાઃ આઠ વર્ષ પહેલા ભત્રીજાના લગ્ન માટે રૂ. ૪૦ હજાર આપ્યા'તાઃ મોહન, દેવકરણ, તડુ, સેંજલ અને સંજય સામે ફરિયાદ

રાજકોટ તા. ૯: ધ્રાંગધ્રાના રામપરા ગામમાં પૈસાની લેતી દેતી બાબતે દેવીપુજક પ્રૌઢ પર તેનાજ ભાઇ, ભાભી અને ભત્રીજાએ ફરસી વડે હુમલો કરતા પ્રૌઢને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ ખસેડાયા છે.

મળતી વિગત મુજબ રામપરા ગામમાં રહેતા અજયભાઇ ઉર્ફે અજુભાઇ કેશાભાઇ મદારીયા (ઉ.વ. પ૦) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે પૈસાની લેતી દેતી બાબતે તેનો મોટો ભાઇ મોહન કેશાભાઇ મદારીયા, ભાભી તકુ, ભત્રીજો દેવકરણ, સંજય અને સેજલ મનુભાઇએ આવી પૈસાની લેતીદેતી બાબતે ઝઘડો કરી ઉશ્કેરાઇ જઇ અજુભાઇ પર ફરસી વડે હુમલો કરી માથામાં હાથ તથા પગના ભાગે ઇજા કરી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. આ બનાવમાં આઠ વર્ષ પહેલા અજુભાઇએ તેના ભત્રીજાના લગ્ન માટે રૂ. ૪૦ હજાર તેના મોટાભાઇને ઉછીના આપ્યા હતા. તે પૈસાની અજુભાઇએ ઉઘરાણી કરતા ભાઇ, ભાભી, ભત્રીજા સહિતે હુમલો કર્યો હતો. આ અંગે અજયભાઇને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે ધ્રાંગધ્રા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)