Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

મોરબીના બુટલેગરને પાસામાં ધકેલાયો

મલકિતસીંગ શીખને એલસીબીએ પકડી અમદાવાદ જેલમાં ધકેલી દિધો

મોરબી, તા. ૯: મોરબી એલ.સી.બી. ટીમે પાસા તળે બુટલેગરને ઝડપી જેલમાં ધકેલી દીધો હતો. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવના સામે પાસાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી.પી.આઇ. વી.બી. જાડેજાની સુચના હેઠળ બુટલેગર મલકિતસિંગ અમરિકસિંગ શીખ રહે. લીપોક જી. અમૃતસર વાળાને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:46 am IST)