Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

જુની નોટો આપવાના પ્રકરણમાં લીંબડી પંથકના ૩ આરોપી ઝડપાયા

વઢવાણ, તા. ૯ :  જુની નોટો રપ ટકાના ભાવે આપવાની લાલચ આપી નોટો જોવા માટે લીંબડી મુકામે રૂબરૂ મળવા બોલાવી સૌકા ગામે લઇ જઇ ફરીયાદી તથા સાહેદને ઢોરમારમારી રોકડા રૂ. પ૦૦ તથા સિયાઝ કાર નં. જી.જે. ર૧ એકયુ-૯૦૧પ વાળી બળઝબરીથી કઢાવી લઇ કાઢી મુકેલ છ. ફર્સ્ટ ગુ.ર.નં. ર૪/ર૦૧૯ ઇ.પી.કો. કલમ-૩૮૭, ૩ર૩, પ૦૬(ર) ૧ર૦બી, તથા આર્મ્સ એકટ કલમ-રપ(૧) (૧-બી) એ તથા જી.પી. એકટ કલમ-૧૩પ એલ.સી.બી.ટીમ દ્વારા આરોપીઓ (૧) શિવરાજીસ્ંહ ઉર્ફે શિવુભા ઇન્દ્રજીતસિંહ હમીરસિંહ ઝાલા દરબાર (ઉવ.રપ) ધંધો ખેતી રહે. સૌકા આરોપી (ર) ઉવેશખાન અબીદખાન નિઝામખાન પઠાણ (ઉ.વ.રર) ધંધો, મંજુરી રહે. લીંબડી વીરાજીના ડેલામાં હોસ્પિટલ રોડ, (૩) જયંતિભાઇ વનમાળીદાસ કડવા પટેલ (ઉ.વ.૬૩) ધંધો નિવૃત, રહે. મકાન નં. પ૭ યોગેશ્વર પાર્ક, તપોવનની બંગલોની બાજુમાં ૬૦ ફૂટ રોડ, વઢવાણ વાળાને પકડી કલમ -૪૧ (૧) આઇ મુજબ અટક કરી લીંબડી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એલ.સી.બી. પો. ઇન્સ. ડી.એમ.ઢોલ પો. સબ ઇન્સ. વી.આર. જાડેજા તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા પ. હેડ કોન્સ. જુવાનસિંૈહ મનુભા તથા વાજસુરભાઇ લાભુભા તથા હિતેષભાઇ જેસીંગભાઇ તથા પો. કોન્સ. દિલીપભાઇ ભુપતભાઇ તથા અમરકુમાર કનુભાઇ તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા સંજયસિંહ ઘનશયમસિંહ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા ડ્રા. પો. કોન્સ. ચમનભાઇ જશરાજભાઇ તથા ગોવિંદભાઇ આલાભાઇ તથા કલ્પેશભાઇ જેરામભાઇ એ રીતેની ટીમ દ્વારા ગણતરીના સમયમાં ઉપરોકત ગંભીર પ્રકારના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવામાં આવેલ છે.

(11:45 am IST)