Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

કાલાવડ તાલુકા પંચાયતના સભ્યો ભાજપમાં:

કાલાવડ તાલુકા પંચાયત કોંગ્રેસના ૯ જેટલા હોદ્દેદારો સભ્યો ભાજપમાં ભળ્યા છે. ધ્રોલમાં પૂનમબેન માડમની હાજરીમાં કાલાવડ તાલુકા પંચાયતના પ્રમુખ લીલાબેન વાઘેલા, ચેતનાબા જાડેજા(કારોબારી અધ્યક્ષ), જયંતીભાઇ ચંદ્રપાલ(ન્યાય સમિતિ ચેરમેન), ધીરૂભાઇ સાવલિયા(પૂર્વ પ્રમુખ), પ્રશ્નનાબા જાડેજા, મુકેશભાઇ નંદાણીયા, અશ્વિનભાઇ હીરપરા, કિરણબેન સખીયા, કૌશવ્યાબેન ચોવટિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. જેથી કાલાવડમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે.(તસ્વીરઃ કિંજલ કારસરીલ, જામનગર)

(11:43 am IST)