Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ભાવનગર લોકસભા બેઠકમાં ૧૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ

ભાવનગર તા ૯ :  આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ના અનુસંધાને ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે ફોર્મ ચકાસણી બાદ કુલ ૧૪ ઉમેદવારોનાં ફોર્મ માન્ય રહ્યા હતાં.

જેમાંથી ચાર ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચતા હવે કુલ ૧૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી માટે મતદાન યોજાશે. જાહેર થયેલી અંતિમ યાદી અનુસાર સંજય મગનભાઇ મકવાણા, અનિરૂદ્ધસિંહ હમીરસિંહ ઝાલા, ચંદુભાઇ શામજીભાઇ ડાભી, તેમજ  બાબુલાલ વાલજીભાઇ મારૂ, એ ચારેય ઉમેદવારોએ ફોર્મ પરત  ખેંેંચતા, હવ  ે મનહરભાઇ નાગજીભાઇ પટેલ વસાણી- ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ડો. ભારતીબેન ધીરૂભાઇ શિયાળ- ભારતીયા જનતા પાર્ટી, વિજયકુમાર રામાભાઇ માકડીયા-બહુજન સમાજ પાર્ટી, ધરમશીભાઇ રામજીભાઇ ઢાપા-વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, રામદેવસિંહ ભરતસિંહ ઝાલા-જનસંઘર્ષ વિરાટ પાર્ટી, ભરતભાઇ કાનજીભાઇ સોંદરવા-સરદાર વલ્લભભાઇ પટેલ પાર્ટી અજયકુમાર રામરતનસિંહ ચોૈહાણ  (અમિત ચોૈહાણ)-અપક્ષ, ચંપાબેન ઝવેરભાઇ ચોૈહાણ-અપક્ષ, સાગરભાઇ ભૂરાભાઇ સીતાપરા-અપક્ષ, હરેશભાઇ બાબુભાઇ વેગડ- અપક્ષ- એે ૧૦ ઉમેદવારો  વચ્ચે આગામી તા. ૨૩/૪/૨૦૧૯ ના  રોજ ચૂંટણી માટે મતદાન યોજાશે તેમ   જિલ્લા ચૂંટણી અધિકારી અને કલકેટરશ્રી  હર્ષદ પટેલની યાદીમાં જણાવ્યું છે.

(11:39 am IST)