Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

સુરેન્દ્રનગરના અધેલી પાસે સુરેન્દ્રનગરના સૌ પ્રથમ સેવન સ્ટાર સ્વિમિંગ પુલનું ઉદઘાટન

સુરેન્દ્રનગર જિલ્લો હાલ વિકાસની હરણ ફાળ ભરી રહો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ એવુ ફરવા લાયક સ્થળ નથી. સુરેન્દ્રનગરમાં બગીચો છે પણ તે પણ વેરાન હાલતમાં છે. ત્યારે સુરેન્દ્રનગરની જનતાને આનંદ માટે કોઈ પણ જાતની જગ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં ના હોવાના કારણે સુરેન્દ્રનગર ડેમ ગ્રુપ અને મિત્ર મંડળ દ્વારા અનોખો વિચાર આવ્યો. ત્યારે આ વાત તેમના અંગત મિત્ર શકિતભાઈને શેર કરવામાં આવી. ત્યારે શકિતભાઈ દ્વારા પોતાની અધેલી પાસે આવેલી ૧૦ થી વધુ વીઘાની વાડીમાં સુરેન્દ્રનગરની જાહેર જનતા પોતાના પરિવાર સાથે આનંદ માણી શકે તે માટે ફકત ૩ માસમાં વોટર પાર્ક બનવવામાં આવ્યુ હતુ. આ સેવન સ્ટાર વોટર પાર્ક એ ખૂબ ઝાલાવાડની રમણીય જગ્યા છે. સેવન સ્ટાર વોટર પાર્કનું શકિતભાઈ દ્વારા ઝાલાવાડની જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યુ હતુ. પ્રવીણસિંહ ઝાલા અને ડેમ મિત્ર વર્તુળ પણ આ પ્રસંગે જોડાયા હતા. ત્યારે અંધજન મહિલા અને વૃદ્ઘાશ્રમના વૃધોને મફતમાં વોટર પાર્કની મઝા માણવામાં આવશે. તેવો સંકલ્પ લીધો હતો. દુધરેજ થઇ ને ચામરજ થઈ ને ત્યાર બાદ અધેલી જવાય છે.અને આ વોટર પાર્ક સુરેન્દ્રનગર થી ફકત ૧૦ કિમિ છે.

(11:36 am IST)