Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

જેતપુરના ચાંપરાજપુર રોડ પર ડાઇંગમાં અચાનક આગ ભભૂકી

બોઇલરની કોયલ લીકેજ થતા આગ લાગી ;અફરાતફરી

જેતપુર:શહેરના ચાંપરાજપૂર રોડ પર એક ડાઇંગમા આગ લાગી હતી સમયસર ફાયર બ્રિગેડ આવી જતા મોટી જાનહાનિ ટળી

  રાજકોટ જીલ્લાના જેતપુર શહેરમાં ચાંપરાજપૂર રોડ ઉપર આવેલ ભૂપેન્દ્વ ડાઇંગમા મોડી રાત્રે અચાનક જ આગ લાગી હતી. ત્યાના મજૂરોને જાણ થતા જ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. અને મજૂરોને પુછપરછ કરતાં મજૂરોએ જણાવેલ કે બોઇલરની કોયલ લીકેજ થતા આગ લાગી હતી આગ લાગતાં જ સમયસર એક ફાયર બ્રિગેડ આવી જતા મોટી જાનહાનિ ટળી હતી.

(11:29 am IST)