Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ઇલ્યાસ કુરેશીઃ ઉમરાળામાં નાના માણસની મોટી સેવા

પશુ-પક્ષીની સેવાઃ વિશેષ ગૌસેવાઃ શેરી રમતોનો ભેખઃ સીંગ-દાળિયાની લારી ચલાવતો માણસ સેવાકાર્યોથી લોકપ્રિય બન્યોઃ વી.ડી.બાલાની પ્રેરણાથી સેવાકાર્યને વેગ

રાજકોટ તા. ૯ : ઇલ્યાશભાઇ જીકરભાઇ કુરેશી ઉ.વ.૪૦, રહેવાસી ઉમરાળા, જી. ભાવનગર, મો.૯૯ર૪પ પ૧૭૧૪, આ વ્યકિતને સેવાકીય કાર્ય વારસામાં મળેલ છે. તેના પિતાજી અબોલ જીવોની સેવા કરતા પિતાના પગલે ચાલી નિરાધાર, પીડીત પશુઓ અને માનવ સેવા તેમજ પર્યાવરણની જાળવણી જેવ અનેક સેવાકીય કાર્યો પોતાની આર્થિક સ્થીતી નબળી હોવા છતા મજબુત મનોબળથી લોકોના સહકારથી આગળ વધારેલ છે તેઓ ખુબ જ ગરીબીમાંં ઉછરેલ અભ્યાસ માત્ર પ (પાંચ) ધોરણ સુધીનો જ કરેલ છે. ગીરીબીને લીધે ૧પ વર્ષની ઉમરે ઉમરાળા ગામમાં શાકભાજીની લારી શરૂ કરેલ સાથે નાના-નાના સેવાકીય કાર્યોની શરૂઆત થઇ. ર૦૧૪માં ઉમરાળા ગામે પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે એક નાની વાછડી પર નજર પડી એના પેટ ઉપર ગાંઠ હતી અને તે પીડાતી હતી. તેની પીડાનો અહેસાસ ઇલ્યાશભાઇનેથતા તેની સારવાર કરવાનું નકકી કર્યું અને પીડીત ગાયની સારવાર શરૂ થઇ. આમ વિવિધ જાતની સેવાઓની શરૂઆત અહીંથી થઇ ધીમે ધીમે દોસ્તો અને ગામ લોકોનો સાથ સહકાર મળવા લાગ્યો. પીડીત અને નિરાધાર પશુઓની સારવાર માટે દવાનો જથ્થો મંગાવ્યો પશુ ડોકટરને બોલાવી પશુઓની સારવાર કરાવતા વધારે તકલીફ વાળા ઘાયલ પશુઓને ઉમરાળાથી ર૦ કિ.મી.દુર બોચડવા ગામની ગૌશાળાએ વાહન દ્વારા પહોંચાડતા જેમ જેમ પશુ સેવાની સુવાસ આજુ બાજુના ગામમાં ફેલાવા લાગી તેમ તેમ ત્યાંથી પીડીત પશુ-પક્ષીની સારવાર માટેના ફોન આવવા લાગ્યા ત્યાં પહોંચી તેની સારવાર શરૂ કરતા અને સત્ય, પ્રેમ, કરૂણા નામની એક સંસ્થાને કરી અને વ્હોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલ અને સેવાનો વ્યાપ વધારેલ. નિરાધાર પશુઓને પાણી સહેલાઇથી મળી રહે તે માટે પ૦ મીની અવેડા અને મોટી સીમેન્ટની ટાંકીઓ અલગ-અલગ જગ્યાએ મુકી.

(10:02 am IST)