Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

લાલપુર તાલુકાના ગામોના સરપંચોની પાક વીમા મામલે રેલી યોજાઈ :પ્રાંતધિકારીને આપ્યું આવેદન

અન્યાયનો ઉકેલ નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

જામનગરના લાલપુર તાલુકાના ગામોના સરપંચઓએ પાક વીમા મુદે લાલપુર પ્રાંતાધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું  લાલપુરના મુખ્ય રસ્તાઓ પર રેલી યોજી સરપંચો અને ખેડૂતોએ આવેદન પત્ર આપ્યું હતું

   જામનગરના લાલપુર તાલુકાના ગામોના સરપંચો અને ખેડૂતોએ ભેગા મળી લાલપુરના મુખ્ય રસ્તાઓ પર રેલી યોજી લાલપુર પ્રાંતઅધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્ર દ્વારા ખેડૂતોએ જણાવ્યુ હતું કે લાલપુર તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા લાલપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. પણ વીમા કંપની દ્વારા ટૂંક સમય પહેલા જે મગફળીનો વિમો આપવામાં આવેલ છે. તે ખુબજ અપૂરતો અને ઓછો ૧૬૬.૬૯ ટકા આપીને ખેડૂતો ને અન્યાય કરવામાં આવેલો છે. તેમજ વીમા કંપની, ક્રોપ કટિંગના આંકડા, સરેરાશ વરસાદના આંકડા અને આ વર્ષના ઉત્પાદન ના આંકડા યોગ્ય રીતે મેળવી અને ખેડૂતોને જે અન્યાય થયેલ છે તેમાં વીમા કંપની દ્વારા ધોરણસર ની કાર્યવાહી કરી અને પૂરતા પ્રમાણ માં એટલે કે ૮૦ થી ૯૦ ટકા જેટલો વીમો તાત્કાલિક ધોરણે આપવામાં આવ એ અને જો વીમા કંપની ૧૫ દિવસમાં ખેડૂતોને ન્યાય નહીં આપે તો લાલપુર તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી.

(7:53 pm IST)