Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

સમસ્ત કચ્છ માટે એક ગૌરવરૂપ ઘટના નાયરોબીના શ્રી ડૉ. રામજી દેવશી ધનજી વેકરીયા “ઇન્ટરનેશનલ પ્રેસીડેન્ટસ્‌ લીડરશીપ એવોર્ડ'થી સન્માનિત થયા

કચ્છ : મૂળ બળદીયા (કચ્છ) તથા હાલ નાઇરોબી તિવાસી આદરણીય શ્રી રામજી દેવશી ધનજી વેકરીયાને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા “ઇન્ટરનેશનલ પ્રેસીડેન્ટસ્‌ લીડરશીપ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા છે.

રામજીભાઈ લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ સાથે જોડાઈ અનેક સામાજિક તથા ધાર્મિક ક્ષેત્રોમાં અનેરું યોગદાન આપી રહ્યા છે, જેને નજરમાં રાખીને તેઓશ્રીને આ એવોર્ડ આપવામાં આવેલ છે.

શ્રી કચ્છ લેવા પટેલ સમાજમાં અગ્રગણ્ય સ્થાન ધરાવતા રામજીભાઈ આ પ્રકારનું સન્માન મેળવનારા પ્રથમ વ્યક્તિ છે. રામજીભાઈના સન્માનની આ ઘટના સમસ્ત કચ્છ પ્રદેશ, શ્રી કચ્છી લેવા પટેલ સમાજ તથા સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગોરવરુપ ઘટના છે.

લાયન્સ ક્ષેત્રે ભાગ્યેજ વિરલ વ્યક્તિઓને પ્રાપ્ત થતાં આ સન્માન બદલ સમસ્ત 501 ગુરુકુલ પરિવાર ગૌરવ અનુભવે છે.

રામજીભાઈએ ગુરુકુલ પરમપરાના સંસ્થાપક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી તથા કચ્છના અનેક મહાન સંતોનો ખૂબ રાજીપો મેળવ્યો છે.

રામજીભાઈને પ્રામ થયેલ આ સન્માન બદલ તેઓશ્રીને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP), અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય શાસ્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ હાદિક શુભકામના સાથે શુભાશી્વાદ પાઠવ્યા હતા.

(2:21 pm IST)