Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

આર્થિક ભીંસ અને બિમારીથી ત્રાસી જઇ જામનગર પંથકમાં બે યુવાન અને એક વૃદ્વાનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૯: અહીં દિ.પ્લોટ શેરી નં.૬૪ માં રહેતા નારણદાસ પારૂમલ નારવાણી એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેનમાં જાહેર કરેલ છે કે, અશોકભાઈ નારણદાસ નારવાણી, ઉ.વ.૩૬, રે. દિ.પ્લોટ શેરી નં.૬૪, જામનગર  વાળાનો ધંધો નબળો ચાલતો હોય અને છેલ્લા થોડા સમયથી આર્થિક સંકડામણમાં રહેતા હોય પોતે પોતાની જાતે તળાવની અંદર પાણીમાં ડૂબી જતા મૃત્યુ પામેલ છે.

અહીં હર્ષદમીલની ચાલી, પટેલનગર–ર, સંસ્કાર સ્કુલ ની બાજુમાં રહેતા ભાવનાબેન મનસુખભાઈ દાણીદાર, ઉ.વ.૩૪ એ સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, સુનીલભાઈ રણછોડદાસ ગોંડલીયા, ઉ.વ.૪૭, રે. દિ.પ્લોટ–૪પ, નવી જેલ પાછળ, ગણેશવાસ, બચુભાઈ પ્રાગજીભાઈના રહેણાક મકાન, જામનગરવાળા પોતાની બિમારીથી કંટાળી જઈ પોતાના રૂમના પંખા સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરેલ છે.

કાલાવડ ગામે કંસારા શેરીમાં રહેતા સોનલબેન કેતનભાઈ મહેતા, ઉ.વ.૪૪ એ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, કેતનભાઈ મણીલાલભાઈ મહેતા, ઉ.વ.પર, રે. રવાણી ગોડાઉન પાસે, કંસારા શેરી, કાલાવડ ગામ વાળા માનસીક બિમારીના કારણે હેરાન પરેશાન હોય જેથી તેને કંટાળી જઈ અને પોતાની મેળે પોતાના હાથે ઝેરી દવા પી જતા મૃત્યુ પામેલ છે.

કારે રીક્ષાને ઠોકર મારતા ચારને ઈજા

સિકકા પોલીસ સ્ટેશનમાં જસુબેન વાલાભાઈ ગાંગાભાઈ ડનેચા એ ફરીયાદ નોંધાવી છેકે, ફરીયાદી જસુબેન  સાહેદ નાથાભાઈ પરમારની રીક્ષા નં.જી.જે.–૧૦–ટી.ડબલ્યુ–૭૪૮૪ માં જામનગર સમર્પણ સર્કલ થી સિકકા જતા બાદ રસ્તામાં સરમતના પાટીયાથી ચંદરીયા સ્કુલના ત્રણ વિધાર્થી બેઠેલ હોય બાદ રીક્ષા વસઈ ગામની ગોળાઈ પાસે પહોંચતા આરોપી સ્વીફટ કાર જેના રજી.નં.જી.જે.–૦૩–એફ.ડી.–૦૩૦૭નો ચાલકે ઠોકર મારતા રીક્ષા રોડથી સાઈડમાં ઉતરી ગયેલ અને આ એકિસડંટમાં ફરીયાદ જશુબેનને ડાબા પગમાં તથા ડાબા હાથમાં ફેકચરની ઈજા થતા સાહેદ નાથાભાઈ પરમાર તથા સ્વાતિબેન ચૌહાણને માથાના ભાગે ગંભીર ઈજા તથા વનીતાબેન મકવાણા, પ્રકાશભાઈ નકુમને પગમાં ફેકચર તથા મુંઢ ઈજા કરી નાશી જઈ ગુનો કરેલ છે.

વર્લીમટકાનો જુગાર

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છેકે, તુલસી ટ્રાવેલ્સની ઓફીસ સામે, તળાવની પાળ પાસે, જામનગરમાં આરોપી હુશેન ઉર્ફે ટાઈગર ફારૂકભાઈ પટેલ, વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૯૮૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી હનીફ ખફી ફરાર થઈ ગયેલ છે.

ત્રણ બોટલ સાથે ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. હરપાલસિંહ ભરતસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, હિરજી મીસ્ત્રી રોડ પાસે જાહેરમાં આરોપી મીત પાલાભાઈ સીંચ, એ દારૂ કંપની શીલબંધ બોટલ નંગ–૩, કિંમત રૂ.૧પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે તથા આરોપી કરણભાઈ અનીલભાઈ ચાવડા ફરાર થઈ ગયેલ છે.

ધ્રોલ ગામે વર્લીમટકા

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. સંજયભાઈ કમાભાઈ સોલંકી એ ફરીયાદ નોંધાવી છે કે, ધ્રોલની રજવી સોસાયટીના નાકે આરોપી હનીફભાઈ ઈશાભાઈ ચાવડા રે. ધ્રોલવાળો વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત રોકડા રૂ.૧રપ૦/– તથા મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦/– મળી કુલ રૂ.૧૭પ૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:14 pm IST)
  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18, 433 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,29,054 થઇ :એક્ટિવ કેસ 1,85,932 થયા વધુ 14,051 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,80,628 થયા :વધુ 86 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,879 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 11.141 નવા કેસ નોંધાયા access_time 12:05 am IST

  • મુંબઈ શહેરમાં આજે કોરોના ઇન્ફેક્શનના નવા 1,008 કેસ નોંધાયા છે, પરંતુ વાસ્તવિક ચિંતાના સમાચાર ધારાવી તરફથી આવી રહ્યા છે : આજે ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 18 પોઝિટિવ કેસ નોંધાયા છે : છેલ્લે 23 ઓક્ટોબર, 2020 ના રોજ ચાર મહિના પહેલા આ વિસ્તારમાં 18 કેસ નોંધાયા હતા.(ન્યૂઝફર્સ્ટ) access_time 10:27 pm IST

  • કાલાવડ તાલુકાના પ્રગતિશીલ ખેડૂત વિશાલભાઇ જેસડીયા એ ૧ વીઘામાંથી માત્ર ૨ માસમાં ૩૦૦૦ કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન કરી, ૨ લાખથી વધુનું વળતર મેળવ્યું તથા બાર વીઘાના વિસ્તારમાં 65000 ડ્રેગન ફ્રુટના રોપા વાવી, સૌ ખેડૂતમિત્રો સામે પ્રેરણાત્મક ઉદાહરણ બન્યા છે. access_time 3:57 pm IST