Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

અમરેલી જીલ્લામાં સિંહોની સુરક્ષા માટે શું કરી શકાય ? ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૯: અમરેલી જીલ્લામાં સૌથી વધુ રાજુલા જાફરાબાદ પંથકના દરિયા કાંઠે સિંહોની સંખ્યા વધી રહી છે.સિંહોની સુરક્ષા માટે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે સ્ટાફની પણ ઘટ જોવા મળી રહી છે.  સિંહો માટે શું કરી શકાય તે માટે સ્ટેટ લેવલના આદેશથી ૧ ઉચ્ચ અધિકારીની ખાસ ટીમ ૨ દિવસથી વિઝીટ કરી રહી છે. તાજેતરમાં ઉછેયા નજીક સિંહનું ગુડ્સ ટ્રેઇન હડફેટે મોત થયું હતું. ત્યારબાદ પાલીતાણા શેત્રુંજી ડીવીજન દ્વારા ૧ ખાસ સ્થાનિક લેવલે ટીમ બનાવી તપાસ સોંપાય હતી. આજે પૂર્વ પીસીસીએફએચ.એસ.સિંઘ, જૂનાગઢ સીસીએફ દુષ્યંત વસાવડા, ધારી ગીર પૂર્વના ડી.સી.એફ.અંશુમન શર્મા, પાલીતાણા ડીવીજનના ડી.સી.એફ. સહીત સ્થાનિક અધિકારીની ટીમ સાથે તપાસ હાથ ધરાય છે. પીપાવાવ રાજુલા પંથકમાં  સિંહોના મોત બાદ રાજ્ય સરકાર દ્વારા ગંભીર નોંધ લેવાય છે આવતા દિવસોમાં મોટા પાયે રાજુલા જાફરાબાદ પંથકમાં ફેરફાર થવાની શકયતા જોવા મળી રહી છે.

(1:13 pm IST)