Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ખેડૂત દિઠ ટેકાના ભાવે ૧૦૦ મણ ચણાની ખરીદી કરવા સાવરકુંડલા યાર્ડના ચેરમેનની માંગણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૯ :  સાવરકુંડલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-કુંડલા તાલુકા સહકારી ખ.વે. સં. વે. સંઘ લી. ના ચેરમેન દિપકભાઇ કે. માલાણીએ રાજયના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કૃષિમંત્રી સહિતને પત્ર પાઠવીને ટેકાના ભાવથી ચણાની ખરીદી ખેડૂત દિઠ ઓછામાં ઓછી ૧૦૦ મણ કરવા માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે સરકારશ્રી દ્વારા ટેકાના ભાવથી ચણાની ખરીદી થનાર છે. આ ખરીદી સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ એક ખેડૂત પાસેથી વધુમાં વધુ પ૦ મણ ચણાની ખરીદી કરવાનું નકકી થયેલ છે. જે ઓછો જથ્થો કહેવાય. આનાથી અસંતોષ અને વિરોધીઓને દુશ્પ્રચાર કરવાનો મોકો મળે તેવી સ્થિતિ થઇ છે. આ બાબતે અનેક ખેડૂતો તરફથી રૂબરૂ અને ફોનથી આ ખરીદી ઘણી ઓછી કહેવાય અને તેનાથી ખેડૂતોને કોઇ મોટો લાભ મળે તેવી સ્થિતિ ન ગણાય. તેવું જણાવેલ છે.

તો આ વર્ષની ચણાની ટેકાના ભાવથી ખરીદી માટે ની ગાઇડલાઇડનમાં સુધારો કરી એક ખેડૂત દિઠ ઓછામાં ઓછા ૧૦૦ મણ ચણા ખરીદવાની નીતિ જાહેર કરવાએ માંગણી કરી છે.

(1:12 pm IST)