News of Tuesday, 9th March 2021
મોરબી, તા.૯: મોરબીની ૧૨ વર્ષ ૭ માસની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં ભોગ બનનારના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી વિજય તેજાભાઈ અગેચણીયા રહે નવલખી બાયપાસ વાળાએ તેને એકટીવા શીખવવાનું કહી બેસાડી હાઈવે પર લઇ ગયો હતો જયાંથી હળવદ લઇ જઈને કપડા લીધા હતા અને બાદમાં માળિયા લઇ ગયો હતો જયાં રાત્રીના માળિયા પુલ પાસે આવેલ ચાની દુકાન વાળા ડાડા મિયાણા રહે માળિયા વાળા સાથે આરોપી વિજયે વાત કરી હતી અને તેના દ્યરે લઇ ગયો હતો જયાં આરોપી વિજયે બે વખત મરજી વિરુદ્ઘ દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં કોઈને કહીશ તો ધમકી આપી હતી જેથી સગીરા ડરી ગઈ હોય જે અંગે પરિવારને વાત કરતા પિતાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે બી ડીવીઝન પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ પીઆઈ આઈ એમ કોઢિયા ચલાવી રહ્યા છે.
દેશી દારૂ ઝડપાયો
જેતપર હાઈવે રોડ જસમતગઢ ગામની સીમ પાસેથી એકટીવા જીજે ૦૩ એફઆર ૭૭૯ પસાર થતા એકટીવાને રોકી તલાશી લેતા દેશી દારૂ ૨૫ લીટર કીમત રૂ ૫૦૦ મળી આવતા પોલીસે દારૂ અને એકટીવા તેમજ મોબાઈલ સહીત રૂ ૨૧,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી ભાવેશ હરિભાઈ ચાવડા અને ધનજી માલાભાઈ પરમાર રહે બંને સાપકડા તા. હળવદ વાળાને ઝડપી લેવાયા છે.
રંગપર ગામની સીમમાંથી આરોપી સિકંદર અબ્દુલ શેખ રહે રંગપર ગામની સીમ મૂળ ધ્રાંગધ્રા વાળાને ઝડપી લઈને દેશી દારૂ લીટર ૧૦૦ કીમત રૂ ૨૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે અન્ય આરોપી અનવર ઉર્ફે દડી હાજી માલાણી રહે મોરબી વાળાનું નામ ખુલતા આરોપી સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.
ઘૂટું ગામની સીમમાંથી પસાર થતા બાઈકને રોકી તલાશી લેતા દેશી દારૂ ૫૦ લીટર કીમત રૂ ૧૦૦૦ મળી આવતા પોલીસે દેશી દારૂ અને બાઈક સહીત રૂ ૧૧,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી તેજુ ધીરૂભાઈ વાજેલીયા રહે ચુંપણી તા. હળવદવાળાને ઝડપી લીધો છે.