Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

પોરબંદર ડીસ્ટ્રી.ચેમ્બર દ્વારા પ્રપોઝડ બજેટ અંગે સેમીનાર

પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રપોઝડ બજેટ ર૦ર૧-રર માં ઇન્કમટેકસ અને જી.એસ.ટી.ના કાયદાઓમાં થયેલા સુધારા-વધારા અને નવી જોગવાઇઓની જાણકારી આપતા સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું. સેમીનારનો પ્રારંભ ડિસ્ટ્રીકટ ચેમ્બરના પ્રમુખ ભરતભાઇ રાજાણીના સ્વાગત પ્રવચનથી કરવામાં આવ્યો. સ્વાગત પ્રવચન બાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું જેમાં વકતા દિવ્યેશભાઇ સોઢાનું સ્વાગત ડિસ્ટ્રીકટ ચેમ્બરના પ્રમુખ ભરતભાઇ રાજાણીએ અને ટેકસ કન્સલ્ટન્ટ એસોસીએશનના કાઉન્સીલર તથા કાપડ મરચન્ટ એસોસીએશનના પ્રમુખ હાર્દિકભાઇ લાખાણીનું સ્વાગત સેક્રેટરી ટી.કે. કારીયાએ કર્યું  પ્રમુખ વકતા સી.એ. દિવ્યેશભાઇ સોઢાએ જણાવ્યું કે, પ્રપોઝડ બજેટમાં ઇન્કમ ટેકસ અને જી.એસ.ટી.ના ઘણા કાયદાઓમાં નાનામોટા ફેરફારો આવેલા છે. તેઓએ પોતાની લાક્ષણીક શૈલીમાં ખુબજ સરળ રીતે જરૂર હોય ત્યાં દાખલા દ્રષ્ટાંતો સાથે અગત્યના થયેલા ફેરફારો જેવા કે ટી.ડી.એસ.ટી.સી.એસ. ઓડિટ સ્ક્રુટીની, રીટર્ન ભરવાની મુદત, સ્ક્રુટીનીની જોગવાઇઓ સિનીયર સીટીઝન રીટર્ન ભરવામાંથી આપવામાં આવેલ મુકિત, કલમ-એસોસીએશનને જી.એસ.ટી. લાગુ પડવા બાબત, જી.એસ.ટી.ક્રોડિટના મુદ્દે અગત્યના ફેરફાર વિગેરે માહિતી આપી. ઉદ્દભવતા પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા.  ડિસ્ટ્રીકટ ચેમ્બરના ઉપપ્રમુખ જતીનભાઇ હાથીએ આભારવિધિ કરી હતી. સંચાલન ખજાનચી જયેન્દ્રભાઇ લાખાણીએ કરેલ હતું.

(1:10 pm IST)