Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

પડધરીના થોરીયાળી ગામે વૃધ્ધ દંપતિને માર મારી લૂંટી લેનાર ૩ આદિવાસી શખ્સો પકડાયાઃ ૧૦ મંદિર ચોરીનો ભેદ ખુલ્યો

વૃધ્ધ દંપતિના પુત્રની વાડીમાં કામ કરતા હરસંગ ભાંભોરે અન્ય બે સાગ્રીતો સાથે મળી લૂંટ કરી'તીઃ રૂરલ ક્રાઇમ બ્રાંચના પી. આઇ. અજયસિંહ ગોહિલ તથા ટીમે ભેદ ઉકેલ્યો : પકડાયેલ ત્રણેય શખ્સોએ પડધરી, બાબરાના બરવાળા, જામનગરના પીપરટોડા, કાલાવડના ખરેડી, ટોડા, મકરાણી સણોસરા, રાજકોટના કુવાડવા, સુરેન્દ્રનગર, ચુડા તથા ધ્રોલના લતીપરમાં મંદિરમાં ચોરી કર્યાની કબુલાત આપી

રાજકોટ તા. ૯.. પડધરીના થોરીયાળી ગામે ૧ર દિ' પૂર્વ વૃધ્ધ દંપતિને માર મારી ૧.પપ લાખની રોકડ રકમની લૂંટ ચલાવનાર ૩ આદિવાસી શખ્સોને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે. વૃધ્ધ દંપતિના પુત્રની વાડીમાં કામ કરતા આદિવાસી શખ્સે અન્ય બે સાગ્રીતો સાથે મળી આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પકડાયેલ ત્રણેય આદિવાસી શખ્સોએ સૌરાષ્ટ્રના ૧૦ મંદિરમાંથી પણ ચોરી કર્યાની કબુલાત આપી છે.

મળતી વિગત મુજબ પડધરી તાલુકાના થોરીયાળી ગામે વાડીમાં આવેલ રહેણાંક મકાનમાં તા. ર૪/ર ના રોજ રાત્રે વૃધ્ધ દંપતીને અજાણ્યા શખ્સો દ્વારા લાકડીઓ વતી માર મારી સામાન્ય ઇજાઓ પહોંચાડી રોકડ રકમ તથા સોનાની બુંટી તથા મોબાઇલ ફોનની લુંટ કરી નાસી જતાં પડધરી પોલીસ મથકમાં આઇપીસી ૩૯૪, ૧૧૪ જી.પીએકટ ૧૩પ ની કલમ મુજબનો ગુન્હો દાખલ થયો હતો.

આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ રાજકોટ રેન્જ ડી.આઇ.જી. સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ આ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા અંગે સુચના તેમજ માર્ગદર્શન આપતા એલ.સી.બી.ના પી.આઇ. એ. આર. ગોહીલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હતી. દરમ્યાન એલ.સી.બી.ના પી.આઇ. એ. આર. ગોહીલ તથા હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતીને હકિકત મળેલ કે આ ગુન્હામાં ફરિયાદી વૃધ્ધના દિકરાની વાડીમાં ખેતી કામ કરતો હરસંગભાઇ ઉર્ફે હરી સ.ઓ. ગોરસીંગ રાવજી ભાંભોર સંડોવાયેલ છે તેમજ તેની સાથે લુંટ કરવામાં ઇશ્વર જુવાનસીંગ દિપસીંગ ડામોર તથા ગટુભાઇ જવેરીયાભાઇ પરમાર (રહે. હાલ મોરાણા ગામ, કાંતીભાઇ હરીભાઇ સોનાગરાની વાડીએ તા. જોડીયા જી. જામનગર) ની સંડોવણી પણ ખુલવા પામેલ હતી. આ કામે મળેલ ચોકકસ બાતમી આધારે લુંટમાં ગયેલ મુદામાલ તથા લુંટ કરવા માટે ઉપયોગમાં લીધેલ મો. સા. સાથે લુંટ કરનાર ઇશ્વર સ.ઓ. જુવાનસીંગ દિપસીંગ ડામોર જાતે. આદિવાસી (ઉ.વ. ૩૦) (રહે. હાલ-લજાઇ, તા. ટંકારા જી. મોરબી મુળ-પાનમ ગામ, માળીયું ફળીયું તા. ધાનપુર જી. દાહોદ) હરસંગભાઇ ઉર્ફે હરી સ.ઓ. ગોરસીંગ રાવજી ભાંભોર (ઉ.વ. ર૮) (રહે. હાલ-થોરીયાળી ગામ વીનુભાઇ મોહનભાઇ કોટડીયાની વાડીએ તા. પડધરી જી. રાજકોટ મુળ ભાણપુર ગામ, ભાંભોર ફળીયું તા. ધાનપુર જી. દાહોદ), ગટુભાઇ જવેરીયાભાઇ પરમાર (ઉ.વ. ૩૩) ધંધો-ખેતમજુરી રહે. હાલ મોરાણા ગામ, કાંતીભાઇ હરીભાઇ સોનગારાની વાડીએ તા. જોડીયા જી. જામનગર મુળ-ભાણપુર ગામ, પીપધરા ફળીયું તા. ધાનપુર જી. દાહોદને પકડી લોધીકા અને પોલીસે મો. સા. રોકડ રકમ રૂ. ૧,પપ,૦૦૦ અને મોબાઇલ ફોન નંગ-૪ મળી કુલ રૂ. ૧,૭૯,પ૦૦/- કબજે કર્યા હતા. પોલીસની પૂછપરછમાં મંદિર ચોરીનો પણ ભેદ ઉકેલાયો હતો.

પકડાયેલ ઇશ્વર ડામોરે તેના સાગ્રીમો પારસીંગ ઉર્ફે થારૂ જોરસીંગ ઉર્ફે જોરીયાભાઇ વહનીયા રે. પાનમ ગામ સાથે મળી પડધરીના થોરીયાળી ગામે રામાનંદ આશ્રમમાં દાગીના રોકડની ચોરી, બાબરાના બરવાળા ગામે ખોડીયાર માતાજીના મંદિરમાંથી દાગીના રોકડની ચોરી, જામનગરના પીપરટોડા ગામે જડેશ્વર મંદિર પાસેથી બાઇક ચોરી તથા અન્ય એક મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી, કાલાવડના ખરેડી ગામ પાસે મેલડી માતાજીના મંદિરમાંથી રોકડ રકમ, કાલાવડના મકરાણી સણોસરા ગામ પાસે માતાજીના મંદિરમાંથી રોકડ રકમની ચોરી, રાજકોટના કુવાડવા પાસે મંદિરમાં દાગીના રોકડની ચોરી, સુરેન્દ્રનગરના ચુડા પાસે મંદિર તથા સુરેન્દ્રનગરમાં મંદિરમાંથી દાગીના - રોકડ રકમની ચોરી તથા ધ્રોલના લતીપુર ગામ પાસે રામાપીર મંદિરમાં તાળા તોડી દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હતી.

પકડાયેલ ત્રણેય શખ્સો તેના સગા-સંબંધીઓ જે વિસ્તારમાં કામ કરતા હોય તેનો સંપર્ક કરી વાડીના વિસ્તારમાં આવેલ મકાન અને મંદિરની માહિતી મેળવી લૂંટ અને ચોરી કરતા હતાં. ચોરી અને લૂંટમાં  સમાયેલ પારસીંગની શોધખોળ હાથ ધરાઇ છે.

આ કામગીરીમાં એલસીબીના પોલીસ ઇન્સ. એ. આર. ગોહીલ તથા પો. સબ. ઇન્સ. વી. એમ. કોલાદરા તથા પો. હેડ કોન્સ. મહેશભાઇ જાની, જયેન્દ્રસિંહ વાઘેલા, મહિપાલસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, અનીલભાઇ ગુજરાતી, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, સંજયભાઇ પરમાર, શકિતસિંહ જાડેજા, અમીતસિંહ જાડેજા, નીલેશભાઇ ડાંગર, તથા પો. કોન્સ. રહીમભાઇ દલ, નારણભાઇ પંપાણીયા, પ્રકાશભાઇ પરમાર, પ્રણયભાઇ સાવરીયા, કૌશીકભાઇ જોષી, મેહુલભાઇ સોનરાજ, રસીકાઇ જમોડ, ભાવેશભાઇ મકવાણા તથા અમુભાઇ વિરડા, નરેન્દ્રભાઇ દવે, અનિરૂધ્ધસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા તથા વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(1:08 pm IST)