Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

અમરેલીમાંથી યુવકનું અપહરણ કરીને માર મારી ધમકી આપી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૯: અમરેલી ચિતલ રોડ અંધશાળા નજીક તેમજ અલગ-અલગ જગ્યાએ ફોર વ્હીલમાં અપહરણ કરી સાગરભાઇ કનુભાઇ ચાવડા અનુજાતી (ઉવ.ર૬)ને પ્રતિક અશોક ગોહીલ, પરીમલ આહીર, હિતેશ જગુ ભેડા અને બે અજાણ્યા શખ્સોએ માર મારી ધમકી આપ્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

બંદુક સાથે

સાવરકુંડલા તાલુકાના જીરા ગામે રહેતા સલીમ ઇબ્રાહીમ લાકડ, શેરખાન નુરા લાકડને પરવાના વગરની દેશી જામગરી બંદુક સાથે આર.એફ.ઓ. કપીલભાઇએ ઝડપી  લઇ સાવરકુંડલા પોલીસ મથકમાં મુદામાલ સાથે સોંપી ફરીયાદ નોંધાવી હતી.

દારૂ જપ્ત

જાફરાબાદ તાલુકાના બાબરકોટ માઇન્સ વિભાગ પાસેથી ભરત નાનજી મારૂ, કાંતી દેવસી મારૂને ૧ર બોટલ ઇંગ્લીશ દારૂ અને બાઇક જી. જે. ૦ર-૩૯૮૦ સાથે રૂ. ૧૮,૬૦૦ ના મુદામાલ સાથે પો. કોન્સ. નરેન્દ્રભાઇ વરૂએ ઝડપી પાડયા હતાં.

જુગાર

દામનગરના સુવાગઢ ગામે જાહેરમાં જૂગાર રમતા હસમુખ વલ્લભ સોલંકી, રમેશ રણછોડ જીંજરીયા, રસીક ભીખા ચુડાસમાને પો. કોન્સ. વિશ્વજીતસિંહ ગોહીલે રોકડ રૂ. ૧ર,૯૬૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં.

મારામારી

ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે જુના મનદુઃખના કારણે ધીરૂભાઇ વશરામભાઇ પરમાર ઉ.૩૬ નેધીરૂભાઇ વિંઝુડા, વનરાજ મગન વિંઝુડાએ ગાળો બોલી લાકડી વડે મારમારી ધમકી આપ્યાની ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે જીવરાજ, ધીરૂ વશરામ પરમાર, ભગા આલા રાઠોડે ગાળો બોલી સમજુબેનના દિકરાને ધમકી આપ્યાની ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(1:07 pm IST)