Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

મારે કોઈની સાથે રાગદ્વેષ નથી, જીતુભાઈના આક્ષેપો પાયાવિહોણાઃ મોહનભાઈ કુંડારિયા

મારી તબીયત સારી ન હોવાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે હું સક્રિય પણ ન હતોઃ રાજકોટના સાંસદનો આક્ષેપો સામે જવાબ

રાજકોટ, તા. ૯ :. વાંકાનેરના ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણીએ કરેલા આક્ષેપોને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાએ નકારી કાઢયા છે.

મોહનભાઈ કુંડારિયા(મો. ૯૮૨૫૦ ૦૫૩૮૬) એ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે હું છેલ્લા દોઢ મહિનાથી બિમાર હતો. આજે પ્રથમ વખત રાજકોટ આવ્યો છું. કોરોના થઈ ગયા પછી તબીયત સ્થિર ન હતી, પરંતુ હવે તબીયત સુધરી ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તબીયતના કારણે હું સક્રિય ન હતો.

જીતુભાઈ સોમાણીએ કરેલા આક્ષેપો પાયાવિહોણા છે. સાંસદ તરીકેની જવાબદારી હોવાથી મોરબી, ટંકારા, વાંકાનેર, રાજકોટ સહિતના વિસ્તારોમાં પ્રવાસ કરવાનો હોય છે. અત્યાર સુધીમાં કોઈપણ વ્યકિત સામે મેં ઉંચા અવાજને વાત પણ નથી કરી કે ટોણો પણ નથી માર્યો તો જીતુભાઈ સોમાણી સામે મારે શું રાગદ્વેષ હોઈ શકે ? આ આક્ષેપો પાયાવિહોણા છે. તેમ છતાં પણ કોલ ડીટેઈલ કઢાવીને પણ કોઈને જોવુ હોય તો જોઈ શકે છે.

(11:33 am IST)