Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

વાસાવડી નદીના પુલ ઉપર બોલેરોએ બાઇકને અડફેટે લેતા વૃધ્ધ દંપતી ખંડિત

દેરડી કુંભાજીથી દવા લઇને વાસાવડ પરત આવી રહ્યા હતા

ગોંડલ,તા.૯:  તાલુકાના વાસાવડ ગામે આવેલ વાસાવડી નદીના પુલ ઉપર બોલેરો ચાલકે બાઈકને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ઘ દંપતી ગંભીર રીતે ઘવાયુ હતું સારવાર દરમિયાન વૃદ્ઘાનું મોત નીપજયું હતું જયારે ગંભીર ઇજા સાથે વૃદ્ઘને ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલ ખસેડાયા હતા.

વિગતો મુજબ તાલુકાના વાસાવડ ગામે ખાંડીયાપરા વિસ્તારમાં રહેતા ઠાકરશીભાઈ મેર પત્ની હંસાબેનની દેરડી કુંભાજીથી દવા લઈ પરત વાસાવડ બાઈક GJ5DP ૪૫૪૦ ઉપર આવી રહ્યા હતા ત્યારે વાસાવડી નદીના પુલ ઉપર માતેલા સાંઢની માફક દોડી આવી રહેલા GJ18GA 0753 ના ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ઘ દંપતી રોડ પર પટકાતા ગંભીર રીતે ઘવાયુ હતું બાદમાં ૧૦૮ ઇમર્જન્સી સેવા ની મદદથી ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં વૃદ્ઘા હંસાબેનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જયારે ગંભીર હાલતમાં ઠાકરશીભાઈ ને રાજકોટ હોસ્પિટલે ખસેડાયા હતા.આ બનાવ અંગે તાલુકા પોલીસે વિજયભાઈ ઠાકરશીભાઈ મેર ની ફરિયાદ પરથી બોલેરો ચાલક વિરુદ્ઘ આઇપીસી કલમ ૨૭૯ ૩૩૭ ૩૩૮ ૩૦૪ એમ વી એકટ કલમ ૧૭૭ ૧૮૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

વૃદ્ઘ દંપતિને સંતાનમાં ત્રણ દીકરાઓ છે જેમાંથી બે દીકરા સુરેશભાઈ અને જગદીશભાઈ પરિવાર સાથે સુરત રહે છે ત્રીજા નંબરના દીકરા વિજયભાઈ સાથે વૃદ્ઘ દંપતી જીવન નિર્વાહ કરી રહ્યું હતું.

(11:30 am IST)