Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

સાયલાના કોટડામાં કુંજ પક્ષીને ભડાકે દઇ શિકારીઓએ યુવાનને છરીના ઘા ઝીંકયા

અમારા ખેતરમાં આવું શું કામ કરો છો? કહી મંગળુભાઇએ ચાર શખ્સોને અટકાવતાં હુમલો કરી ભાગી ગયા

રાજકોટ તા. ૯: સાયલાના કોટડા ગામમાં રહેતાં મંગળુભાઇ રામકુભાઇ કરપડા (ઉ.વ.૩૫) નામના યુવાને પોતાના ખેતરમાં કુંજ પક્ષીને દેશી બંદૂકથી ભડાકે દઇ શિકાર કરનારા ચાર અજાણ્યા શિકારીને ટપારતાં આ શખ્સો હુમલો કરી છરીના ઘા ઝીંકી ભાગી જતાં મંગળુભાઇને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મંગળુભાઇના સગા રાજુભાઇના કહેવા મુજબ મંગળુભાઇ તેના ખેતરે હતાં ત્યારે ચારેક શખ્સોએ આવી દેશી બંદૂકથી ભડાકો કરી ખેતરમાં એક કુંજ પક્ષીનો શિકાર કર્યો હતો. આથી મંગળુભાઇએ આ ચારેયને ટપારી પોતાના ખેતરમાં આ રીતે શિકાર ન કરવા સમજાવી ઠપકો દેતાં ચારેય તેના પર હુમલો કરવા દોડ્યા હતાં. મંગળુભાઇએ દેશી બંદૂક ઝુંટવી લઇ તોડી નાંખતાં એ શખ્સો છરીથી તૂટી પડ્યા હતાં અને આડેધડ ઘા ઝીંકી ભાગી ગયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે સાયલાના ધજાળા પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે. શિકાર કરનારા શખ્સો ગઢવાળા તરફના હોવાનું જણાવાયું હતું.

(11:29 am IST)
  • અખિલ ભારતીય સાધુ સમાજના સદસ્‍ય, કચ્‍છ સાધુ સમાજના અધ્‍યક્ષ અને નાથ સંપ્રદાય સાથે જોડાયેલ કચ્‍છના યોગી શ્રી પૂજ્‍ય દેવનાથ યોગીજીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો access_time 11:31 am IST

  • મુંબઇ : શેરબજારમાં તેજી : ર.૩૦ કલાકે સેન્‍સેકસ ર૩૩ પોઇન્‍ટ વધીને પ૦૬૭૪ : નીફટી ૪ર પોઇન્‍ટ વધીને ૧૪૯૯૮ : પ્રાઇવેટ બેંકના શેર્સ અપ : મેટલ ધડામ access_time 3:40 pm IST

  • બોલીવુડ અભિનેતા રણબીર કપૂરને વળગ્યો કોરોના : તેની માતા નીતુ કપૂરે ટ્વીટ કરીને જણાવ્યું કે રણબીરની તબિયત સ્વસ્થ છે અને હાલ તે હોમ આઇસોલેશનમાં છે access_time 3:12 pm IST