Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

કોડીનાર પાસે અકસ્માત ધામળેજના યુવાનનું મોત

કોડીનાર તા. ૯ : સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે રહેતા રમેશભાઇ પાંચાભાઇ સોલંકીએ કોડીનાર પોલીસમાં જણાવ્યું છે કે, તેઓ માછીમારીનો ધંધો કરી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે. દરમ્યાન માછીમારીની જાળ ખોવાઇ જતા તેને ગોતવા માટે વણાંકબારા-કોટડા તરફ તેનો મોટો પુત્ર સુરજીત પોતાનું સ્કુટર નં. જીજે૩ર૩૭૦૯૯ લઇને તેના મિત્ર નરેશ ઉર્ફે હકુ ફુલબારીયાને લઇ કોટડા તરફ ગયેલ ત્યાંથી સાંજના પરત ફરતા સરખડી ગામના પાટીયા પાસે આગળ જતા ટ્રેકટર સાથે પાછળથી ભટકાતા અકસ્માત થયેલ જેમાં તેનો મોટો પુત્ર જે સ્કુટર ચલાવતો હતો તેનું મૃત્યુ નીપજયું છે.

જયારે તેનો મિત્ર નરેશ ફુલબારીયાને ગંભીર ઇજા પહોંચી છે રમેશભાઇને બે દિકરા પૈકી મૃતક મોટો પુત્ર હતો અકસ્માતમાં યુવાન પુત્રના મોતથી ગમગીની ફેલાઇ ગઇ છે.

(11:26 am IST)