Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ભાવનગરમાં વધુ ૧૫ કોરોના પોઝીટીવ કેસ

૬,૨૫૫ પૈકી ૫૬ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર તા.૯ :જિલ્લામા ૧૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૨૫૫ થવા પામી છે. જેમા શહેરી વિસ્તારમાં ૧૨ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૪ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમા ગારીયાધાર ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

મહાનગરપાલિકા વિસ્તારમા ૫ કેસ અને તાલુકાઓમાં ૧ કેસ મળી કુલ ૬ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૬,૨૫૫ કેસ પૈકી હાલ ૫૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:25 am IST)