Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ગીરગઢડાની ફાટસર સીમમાં ગેરકાયદે ખનીજ ખાણ ઉપર દરોડોઃ ૩ ચકરડી જનરેટર સહિત ૩,૪૦ લાખનો મુદામાલ જપ્ત

ઉના તા. ૯ :.. ગીરગઢડા તાલુકાનાં ફાટસર ગામે સીમ વિસ્તારમાં મામલતદારે ગેરકાયદેસર રીતે થતું ખનીજનું ખન્ન થતું પકડીને ૩ ચકરડી, ૧ જનરેટર મળી રૂ. ૩ લાખ પ૦ હજારનાં સાધનો કબજે કરી બે વ્યકિતઓ સામે પોલીસમાં ખનીજ ચોરીની ફરીયાદ નોંધાવી છે.

ઉનાના ગીરગઢડા મામલતદાર કચેરીનાં મામલતદાર એચ. આર. કોરડીયા ત્થા સ્ટાફ બાતમીના આધારે ફાટસર ગામની સીમમાં બેરણ વિસ્તારમાં ગેરકાયદેસર લાઇમ સ્ટોન ખનીજનું ખનન કરી ખનીજ ચોરી થતી હોય રેડ પાડતાં ચંદુભાઇ વશરામભાઇ વેકરીયા રે. ફાટસર તથા કીશોરભાઇ ઉકાભાઇ નકુમ રે. કડીયાળી તા. રાજૂલાવાળાએ ગેરકાયદેસર કોઇપણ મંજૂરી કે લીઝની પરવાનગી લીધા વગર  ૩ ચકરડી-૧ જનરેટર સેટથી ખોદકામ કરી બીલ્ડીંગ લાઇન સ્ટોન કાઢી લાખો રૂપીયાનું વેચાણ કરી નાખેલ.

આ ખાણની લંબાઇ ૮૦ થી ૮પ મીટર ત્થા પહોળાઇ રપ થી ૩૦ મીટર છે. અને સ્થળ ઉપરથી ૩ ચકરડી અને ૧ જનરેટર મળી આવતા કબજે કરી રૂ. ૩ લાખ પ૦ હજારનાં સાધનો કબજે કરી આ ખનીજ ચોરો સામે પગલા ભરવા ગીર સોમનાથ જીલ્લા કલેકટરશ્રી તથા જીલ્લા ભુસ્તર શાસ્ત્રીને લેખીતમાં રજુઆત કરી હતી આમ ગીરગઢડા મામલતદારશ્રી ખનીજ ચોરી પકડી પાડતાં ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.

(10:22 am IST)