Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

દ્વારકાધીશ મંદિરમાં હોળી -ફૂલડોલ ઉત્સવ વેળાએ યાત્રિકો માટે ત્રણ દિવસ મંદિરમાં પ્રવેશ બંધ રહેશે

હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા પુજારીઓ,અગ્રણીઓ,અને પોલીસ વિભાગ સાથે પરામર્શ થતા વહીવટીતંત્રે લીધો નિર્ણય : પદયાત્રિક સંઘને સંઘનું આયોજન ન કરવા અપીલ : ભક્તોએ લાઈવ દર્શન સુવિધાનો લાભ લેવા અનુરોધ

દ્વારકા : દ્વારકાધીશ મંદિર દ્વારકામાં આગામી  તા,27-28-29 માર્ચ દરમિયાન ફૂલડોલ - હોળી ઉત્સવ ઉજવામાં આવનાર છે

 આ ઉત્સવના દિવસો દરમિયાન રાજ્યભરમાંથી પદયાત્રિકો સંઘ લઈને દર્શને આવતા હોય છે, આ ઉત્સવ દરમિયાન ચારથી પાંચ દિવસોમાં અંદાજિત 2,50 લાખ યાત્રિકો અવરજવર કરે છે જેના કારણે મંદિર અને શહેરમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવામાં અડચણ થાય એવી શકયતા છે અને કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થાય એવી સંભાવના છે

આ તહેવારો દરમિયાન ડાકોર,ભવનાથ મંદિર , જૂનાગઢમાં યાત્રિકોને મંદિરમાં પ્રવેશ બંધ રાખવા જાહેરાત કરેલ છે

 હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા શ્રી દ્વારકાધીશ મંદિરમાં હોળી-ફૂલડોલ ઉત્સવ તા, 27-28-29 માર્ચ 2021 દરમિયાન પુજારીઓ,અગ્રણીઓ,અને પોલીસ વિભાગ સાથે પરામર્શ  કરતા અને જિલ્લા વહીવટી  દ્વારા યાત્રિકોને મંદિરમાં પ્રવેશ બંધ રાખવા નક્કી કરવામાં આવેલ છે, જેની સર્વે યાત્રિકોએ નોંધ લેવી તેમજ દ્વારકા ખાતે આવતા પદયાત્રિક સંઘોને સંઘનું આયોજન ન કરવામાં આવે તેવી વિનંતી કરાઈ છે

 શ્રી દ્રારકાધીશ મઁદિરનો ઓફિશિયલ વેબસાઈટ www.dwarkadhish.org ઉર લાઈવ દર્શન સુવિધા ચાલુ છે, જેની દરેક ભક્તોએ લાઈવ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે 

(8:39 pm IST)