Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

મોરબીના મહેસુલ કર્મચારીઓ માસ સીએલ ઉપર : ૧૧થી અચોક્કસ મુદ્દતની હડતાલ

મોરબી તા. ૯ : ગુજરાત રાજયના મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને ચાલતી લડતમાં મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીએ માસ સીએલ મૂકી વિરોધ નોંધાવ્યો હતો તેમજ માંગણીઓ ના સંતોષાય તો તા. ૧૧ થી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવાનું એલાન કરાયું છે.

રાજય મહેસુલી કર્મચારી મહામંડળના કર્મચારી મહામંડળ દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગત તા. ૦૫ ના રોજ પાઠવેલા આવેદન પત્રમાં કર્મચારી મંડળની માંગણીઓ અંગે રજૂઆત કરવામા આવી હતી જેમાં વર્ગ ૩ ના મહેસુલી કર્મચારીઓને સીધી ભરતીના તમામ ના.મામ. ના પાંચ વર્ષનો કરારીય સમય પૂર્ણ થવા છતાં નિયમિત પગારના આદેશો થયેલ નથી જેથી જે કર્મચારીઓને પૂર્વે સેવા તાલીમ, પરીક્ષા તેમજ નિમ્ન મહેસુલી લાયકાત પરીક્ષા પાસ કરેલ છે પરંતુ પુરા પગારના આદેશો કરેલ નથી તેમના પુરા પગારના આદેશો તાત્કાલિક કરવા, સરકારના તા. ૨૧-૦૫-૧૮ ના હુકમથી કલાર્ક સંવર્ગના કર્મચારીને નાં.મામ. કક્ષામાં પ્રમોશન જીલ્લામાં જગ્યા ખાલી હોવા છતાં અન્ય જીલ્લામાં ફાળવેલ છે જેથી આવા કર્મચારીઓને મૂળ મહેકમના જીલ્લામાં મુકવા, કલાર્ક/રેવન્યુ તલાટી સંવર્ગમાંથી નાં. મામમાં પ્રમોશન આપવા, તેમજ વર્ષ ૨૦૦૯ ની કલાર્કની બેચના તમામ કલાર્કનો સમાવેશ કરવામાં આવે, પ્રવરતા ક્રમ નં ૧૧૪૦ સુધીના ના મામ માંથી મામલતદારમાં પ્રમોશન આપવામાં આવે સીધી ભરતીના પૂર્વ સેવા પરીક્ષાનું પરિણામ તાકીદે જાહેર કરવામાં આવે સહિતની માંગણીઓ કરવામાં આવી હતી. મહામંડળ દ્વારા જનરલ સભા રાખવામાં આવી હતી.

જેમાં મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યા બાદ પ્રશ્નોનો નિકાલ ના થતા આજે મોરબી જીલ્લાના ૨૦૫ ઙ્ગઙ્ગકર્મચારીઓ માસ સીએલ મૂકી વિરોધ કર્યો હતો તેમજ પ્રશ્ન ના ઉકેલાય અને માંગણીઓ સંતોષવામાં નહિ આવે તો તા. ૧૧ થી અચોક્કસ મુદતની હડતાલ કરવાની જાહેરાત કરવામાં આવી છે.(૨૧.૧૯)

(3:42 pm IST)