Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

જુનાગઢના માખિયાળામાં દિવ્યાંગ દિકરીઓની સંસ્થામાં સત્યનારાયણની કથા શહિદોની શ્રધ્ધાંજલી માટે યજ્ઞ

જૂનાગઢ: તાલુકાના માખીયાળા ગામે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળની વિકલાંગ દિકરીઓની સંસ્થા આવેલ છે આ સંસ્થામાં ૩૦ જેટલી દિકરીઓ નિવાસ કરે છે જેનુ આ સંસ્થાના સંચાલક નિલમબેન પરમાર અને રેખાબેન પરમાર દ્વારા નાની મોટી દરેક દિકરીઓનું પરિવારની જેમ જતન કરે છે અને નવડાવા ધોવડાથી માંડી જમાડવા સુધી તમામ ક્રિયા સેવાભાવથી કરે છે. ગઇકાલે ૮ મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિતે આ સંસ્થામાં શહીદોને શ્રધ્ધાંજલી આપવા યજ્ઞ અને સત્યનારાયણ  ભગવાનની કથા યોજાઇ હતી. જેમાં ગઇકાલે જૂનાગઢની સંહિતા મહિલા મંડળ અને ખોડીયાર ગ્રુપ યુવક મંડળ દ્વારા આ સંસ્થાના સંચાલક નિલમબેન અને રેખાબેનનું શિલ્ડ આપી ઉપવસ્ત્ર ઓઢાડી સન્માન કરતા સંહિતા મહિલા મંડળના પ્રમુખશ્રી વિણાબેન પંડયા તેમજ સત્યનારાયણની કથામાં આરતી ઉતારતા નિલમબેન રેખાને વિણાબેન પંડયા તેમજ બ્રહ્માકુમારીના બહેનો તેમજ યજ્ઞમાં આહુતી આપતાં બ્રહ્મસમાજના અગ્રણી શૈલેષભાઇ પંડયા શ્રીમતી વિણાબેન પંડયા અને અન્ય આગેવાનો નજરે પડે છે.  (અહેવાલ: વિનુ જોષી, તસ્વીર: મુકેશ વાઘેલા જૂનાગઢ)

(2:00 pm IST)