Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

હળવદ સફાઇ કર્મચારીઓની હડતાળનો અંત

 અહીંની નગરપાલિકાના સફાઇ કામદારો વિવિધ માંગણીઓને લઇને હડતાલ કરી રહ્યા હતા અને હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ સાથે આજે હળવદ નગરપાલિકા ખાતે બેઠક કરવામાં આવી હતી બેઠકમાં હળવદ નગરપાલિકાના પ્રમુખ હીનાબેન રાવલ, ઉપપ્રમુખ જયેશભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અજયભાઇ રાવલ, કારોબારી ચેરમેન નગરભાઇ, સેનિટેશન ચેરમેન રમેશભાઇ પટેલ, સેનિટેશન ઇન્પેકટર હરીશ રાવલ તથા અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કર્મચારીઓની હડતાલનો સુખદ અંત આવ્યો છે. તે પ્રસંગની તસ્વીર(તસ્વીર દીપક જાની)

(12:19 pm IST)