Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

સરધારમાં સરકારી જમીનો ઉપર બેફામ દબાણઃ ઉપસરપંચની કલેકટરને ફરિયાદ

રાજકોટ, તા. ૯ :. સરધારના ઉપસરપંચ ભૂપતભાઈ વડુકીયાએ ગામમાં સરકારી જમીનમાં થઈ રહેલ દબાણ બાબત અંગે કલેકટરને રજૂઆતો કરી હતી.

ફરીયાદમાં ઉમેર્યુ હતુ કે, સરધાર ગામે છેલ્લા ઘણા સમયથી સરકારી જમીનમાં તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી જમીન બારોબાર વેચી દેવામાં આવે છે જે બાબતે આપને અગાઉ પણ જાણ કરવામાં આવેલ. હાલમાં ભુપગઢ રોડ ઉપર, ગોંડલ રોડ ઉપર તથા હરીપર રોડ ઉપર પણ મકાનના બાંધકામ ઉભા છે અને અમુક લોકોએ વેચીને રૂપિયા રોકડા પણ કરી લીધેલ છે અને હાલમાં જ ભાવનગર હાઈવે ઉપર સરકારી જમીનમાં એક કંપની દ્વારા જાહેરાતનું બોર્ડ ઉભુ કરેલ છે. સંપર્ક કરતા એમ કહેવામાં આવેલ કે આ જમીન એક વ્યકિતએ અમને ભાડેથી આપેલ છે અને ભાડુ રૂપિયા ૫૦૦૦ મહિને નક્કી કરેલ છે, પરંતુ આ જમીન તો સરકારશ્રીની હોય જે બાબતે મે સરધાર ગ્રામ પંચાયતના રેવન્યુ તલાટી મંત્રીને જાણ કરવા છતા કોઈ કાર્યવાહી કરેલ નથી.(૨-૪)

(12:16 pm IST)