Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

તંત્રની મીઠી નજર હેઠળ જસદણમાં ઠેક-ઠેકાણે ગેરકાયદેસર બાંધકામ

જસદણ તા ૯ : જસદણમાં ચોમેર ગેરકાયદેસર બાંધકામોના રાફડાથી પ્રજાજનો રોજ એક નવા અનુભવોથી પસારથઇ રહયા છે, ત્યારે તેમની વ્હારે કોણ ચઢશે? એવા સવાલ જસદણના પ્રજાજનોમાં ઉઠી રહયો છે. જસદણ  શહેરમાં આદમજી રોડ, પોલારપર રોડ, શાકમાર્કેટ, સમાતરોડ, ખાનપર રોડ, આટકોટ રોડ, વિંછીયા રોડ, કમળાપુર રોડ, વાજસુરપરા, ગઢડીયા રોડ, ગોખલાણા રોડ, લાતી પ્લોટ, બજરંગનગર, મોતીચોક, ટાવર ચોક, જુનાબસસ્ટેન્ડ, ગોકુળચોક,  મેઇન બજાર સહિત શહેરના ૪૩ જેટલા વિસ્તારોમાં એક પણ ઇંચની જગ્યા છોડયા, દબાણ પાર્કીગ છોડયા વગર છેલ્લા ૨૨ વર્ષથી થઇ રહયા છે. એમાંય નગરપાલિકા, તાલુકા પંચાયત, માર્ગ-મકાન  હદ વિસ્તારોમાં તો સરકારી તંત્રના ઇજનેરોની મીઠી નજર હજુ પણ મંજુરી વગરના ગેરકાયદેસર બાંધકામો ખડકાય રહયા છે. આથી પ્રજાને પારાવાર દરરોજ ટ્રાફીક, પાર્કીગનો સામનો કરવો  પડી રહયો છે. આ પ્રશ્ને રાજકારણીઓએ પણ મોૈન ધારણ કરતા છેલ્લા રર વર્ષમાં એક પણ બાંધકામ તોડાયું નથી અને  લટકામાં કરોડો રૂપિયાની સરકારી જમીનોમાં દબાણ હજુ વધી રહયું છે, ત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલા આ પ્રશ્ને રાજકારણીઓએ  પ્રજાની વ્હારે ચઢવું જોઇએ

(12:10 pm IST)