Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

પ્રભાસપાટણમાં વિજ્ઞાનમેળો યોજાયો

પ્રભાસપાટણ તા.૯: સોમનાથ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મભકિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગિર-સોમનાથ અને ખીરધાર પે સેન્ટર શાળાના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીનાં ભાગરૂપે ડો. વિક્રમભાઇ સારાભાઇ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું.

આ વિજ્ઞાન મેળામાં ગણિત  મોડેલ, વિજ્ઞાન મોડેલ, ગણિત ગમ્મત, અંધશ્રધ્ધાનાં પ્રયોગો, ખાદ્ય સામગ્રીમાં ભેળસેળના પ્રયોગો, પુસ્તક પ્રદર્શન સાયન્સ સેમિનાર, સાયન્સ મ્યુઝિયમ વિજ્ઞાન નગરી આઇ.સી.ટી.ઇન એજયુકેશ, થ્રીડી ફિલ્મ શો વગેરે જેવા કાર્યક્રમો યોજવામાં આવેલ હતા. આ વિજ્ઞાન મેળામાં પર જેટલી કૃતિઓ રજુ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બાળકોએ રસપૂર્વક ભાગ લીધો હતો ભાગ લીધેલ તમામ બાળકોને પ્રમાણપત્રો, નાસ્તો અને ઇનામ શ્રી ધર્મભકિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ.

કાર્યક્રમનું ઉદ્દઘાટન સરપંચ પ્રધાનભાઇ (આગાખાન ટ્રસ્ટ ચિત્રાવડ), આચાર્ય યોગેશભાઇ, એસ.એમ.સી.ના અધ્યક્ષ જીતુભાઇ પરમાર, તથા આમંત્રિત મહેમાનો દ્વારા કરવામાં આવેલ હતું. આ સમગ્ર કાર્યક્રમનું તેજસ મહેતા અને લોકવિજ્ઞાન કેન્દ્રનાં માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ.

(9:49 am IST)