Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ઓખામાં બોર્ડના વિદ્યાર્થીઓને મીઠા મોઢા કરાવ્યા

ઓખાઃ હાલમાં શૈક્ષણિક ક્ષેત્રે બોર્ડની પરીક્ષાઓ ચાલુ થતા ઓખામંડળ તાલુકાના મીઠાપુર ગામે બોર્ડના પ્રથમ પેપર માટે ઓખા શહેર ભાજપ પરિવાર દ્વારા પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓને ચોકલેટ અને કેડબરી ખવડાવી મીઠા મોઢુ કરાવીને બેસ્ટ ઓફ લક વિશ કરવામાં આવ્યું હતું. સાથો સાથ શાંતિથી અને કોઇપણ જાતના માનસિક ટેન્શન વગર પેપર લખવા સમજાવવામાં આવ્યું હતું. બોર્ડના પેપર દરમિયાન વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીગણ પણ ચિંતિત રહેતા હોય વાલીગણને પણ પોતાના બાળકો પર પુરતું ધ્યાન આપવા અને સમજદારીથી વર્તવા પર વજન મુકવામાં આવ્યું તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ દિવ્યેશ જટણીયા, મીઠાપુર)

(9:49 am IST)