Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

જામનગર પંથકમાં નકલી પોલીસ રિલાયન્સના કર્મચારી અને રસના ચિચોડાવાળા પાસેથી રૂપિયા લઈને પલાયન

એક જ મોડ્સ ઓપરેન્ડીથી બંને પાસેથી રોકડ રકમ પડાવી 45 વર્ષીય શખ્શ ફરાર

 

જામનગર: જામનગર પંથકમાં નકલી પોલીસ બનીને લોકો પાસેથી રૂપિયા પડાવતો એક શખ્શ સક્રિય બન્યો છે જેને રિલાયન્સના કર્મચારી અને એક રસના ચિચોડાવાળા પાસેથી પોલીસ હોવાનું જણાવીને રોકડ રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ જામનગર પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ આદરી છે.

  જામનગર એલસીબી ટીમે હજુ ગત માસે નકલી પોલીસ બની હાઈવે પરથી પસાર થતા ટ્રક ચાલકોને લૂંટતી ટોળકીને દબોચી હતી જેમાં ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી હતી તેવામાં જામનગર પંથકમાં નકલી પોલીસ બની લોકો પાસેથી એક શખ્શ રૂપિયા પડાવતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ફરિયાદી બદ્રીલાલ ધનગર નામના ભરવાડ યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે એક અજાણ્યો ઇસમ અંદાજે ૪૫ વર્ષનો તેના શેરડીના રસનો ચિચોડો હોય જ્યાં આરોપીએ તેની પાસે કાગળો માંગી ફરિયાદી પાસે કાગળો ના હોય જેથી પોલીસ સ્ટેશન લઇ જવો પડશે કહીને જેલમાં જવું પડશે તેમ કહી પોલીસ હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદી પાસેથી ૮૦૦૦ પડાવી નાસી ગયો છે
    જયારે બીજા કિસ્સામાં રાજકુમાર અરુણ ઠાકુર નામના રિલાયન્સ કંપનીના કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે એક અજાણ્યો ૪૫ વર્ષનો ઇસમ ફરિયાદી પોતાનો મોબાઈલ લેવા માટે યુનિક કાર્ડ નામની ઓફીસ આવેલ હોય ત્યારે જે ઓફીસ બંધ હોય ત્યારે ઇસમેં આવીને પોલીસ તારીકને ઓળખ આપી કંપનીનો ગેઇટ પાસ તથા આધારકાર્ડ બતાવવાનું કહી પોલીસ સ્ટેશન લઇ જવો પડશે તેવી રીતે ડરાવી ફરિયાદી પાસેથી ૧૦,૩૦૦ પાકીટ સાથે લઇ આરોપી નાસી ગયો હતો બંને ફરિયાદી સાથે એક મોડસ ઓપરેન્ડીથી લૂંટ કરવામાં આવી છે જેમાં નકલી પોલીસ બની આરોપીએ પોલીસ મથક લઇ જવાનો ડર બતાવી રૂપિયા પડાવ્યા છે ત્યારે બંને ફરિયાદ નોંધી જામનગર પોલીસે વધુ તપાસ ચલાવી છે.

(11:58 pm IST)