Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં દરગાહ ધરાશાયીઃ ૨ દટાયા : ૪ને ઈજા

આટકોટ : તસ્વીરમાં ધરાશાયી થયેલી મસ્જીદ નજરે પડે છે. (તસ્વીરઃ વિજય વસાણી, આટકોટ)

ભાવનગર - આટકોટ, તા. ૯ : ભાવનગરના ચાવડી ગેટ પાસે આવેલ દરગાહ આજે બપોરે સમારકામ થઈ રહ્યુ હતુ ત્યારે જમીનદોસ્ત થતાં દોડધામ મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ પીર મહમ્મદશાહ બાપુની વાડી નામે ઓળખાતી મસ્જીદમાં આજે શુક્રવારે બપોરે જુમ્માની નમાઝ બાદ મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થયા હતા ત્યારે અચાનક મસ્જીદ ધરાશાયી થતાં ૭ મજૂરો દટાયા હતા. જેમાં જેસીબીની મદદથી ૪ મજૂરોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયારે ૨ મજૂરો દટાયેલી હાલતમાં હોવાથી તેમને પણ બહાર કાઢવા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ અને રાહતકામગીરી શરૂ કરી દીધી છે. લોકોના ટોળેટોળા મસ્જીદે ઉમટી પડ્યા છે.

(5:51 pm IST)
  • ઉત્તર પ્રદેશ સમાજવાદી પક્ષના ઉમેદવાર જયા બચ્ચને શુક્રવારે રાજ્યસભા માટે નામાંકન ભર્યું છે. તેમણે વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં નોમિનેશન દાખલ કર્યું હતું. આ દરમિયાન સ.પા.ના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની સાંસદ શ્રીમતી ડિમ્પલ યાદવ, સ.પા.ના ઉપપ્રમુખ કિરણ મય નંદા, સ.પા.ના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરી અને સહારા ગ્રૂપના ચેરમેન સુબ્રતા રોય સહારા પણ હાજર રહ્યા હતા. access_time 8:42 pm IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અનામત મુદ્દે પરિપત્રની હોળી કરાઈ :જૂની પધ્ધતિ મુજબ જ અમલીકરણ ચાલુ રાખવા માંગણી :કેમ્પસ ઉપર ગ્રાન્ટ કમિશનના પરિપત્રની હોળી access_time 12:06 am IST

  • પાકિસ્તાનને અમેરિકાનો વધુ એક ઝટકો : 3 આતંકવાદીઓ પર જાહેર કર્યા 70 કરોડના ઈનામ : મુલ્લા ફઝલુલ્લાહ પર 5 મિલિયન ડૉલર (લગભગ 32 કરોડ રૂપિયા) અને બાકીના બંને અબ્દુલ વલી અને મનાલ વાઘ પર ત્રણ-ત્રણ મિલિયન ડોલર (એટલે કે 19-19 કરોડ)નું ઈનામ રાખવામાં આવ્યું છે. access_time 1:16 pm IST