Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

મીઠાપુરમાં સરકારી જમીન ખોટા દસ્તાવેજ ઉભા કરીને ૧૬ શખ્સોએ વેંચી દીધી

ખંભાળીયા, તા. ૯ : મીઠાપુરના નાગેશ્વર ગામે આવેલ સરકારી કિંમતી જમીન પોતાની માલિકીની ન હોવા છતાં ખોટી વેરા પહોંચો ઉભી કરી તેના આધારે સબરજીસ્ટાર સમક્ષ ખોટા દસ્તાવેજ બનાવી સરકારી જમીન લે-વેચ કર્યાની પોલીસ ફરીયાદ આરોપી (૧) મીનાબેન દીનેશભાઇ ગૌસ્વામી (ર) દિનેશભરથી લીલાભારથી ગૌસ્વામી (૩) ધમા પ્રાગણજીવન અગ્રાવત (૪) જેન્તી ભુવા અગ્રાવત (પ) નરશી બુધા અગ્રાવત (૬) ગોરધન સુખરામ અગ્રાવત (૭) પ્રભુદાસ ખીમા અગ્રાવત (૮) ભીમજી કુરજી રાઠોડ (૯) ધનજી મોહન રાઠોડ (૧૦) અમૃતલાલ લાલજી રાઠોડ (૧૧) માકીબાઇ કારૂભાઇ સુમણીયા (૧ર) મણીબાઇ ભીખાભાઇ સુમણીયા (૧૩) પરમલભા બાલુભા સુમણીયા (૧૪) સુરીબાઇ ભાજાભા સુમણીયા (૧પ) રાણાભા ગગાભા સુમણીયા (૧૬ ટપુભા ગગાભા સુમણીયા. ઉપરોકત સોળ આરોપીઓ વિરૂદ્ધ મીઠાપુર પોલીસમાં નેહલબેન કમાભાઇ લઘાએ ફરીયાદ નોંધાવતા પોલીસ એ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે એ ફરીયાદની વિગતમાં જગ્યાના સર્વ નંબર કે કિંમત ન દર્શાવતા ભારે આશ્ચર્ય સાથે રહસ્ય જાગ્યું હતું. ક્રાઇમ રીપોર્ટમાં ફરીયાદ કરનાર અધિકારીનો હોદો પણ રીપોર્ટમાં દર્શાવવામાં આવ્યો નથી. (૮.૧૪)

 

(4:30 pm IST)