Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ટ્રેલરે બાઇકને ટક્કર મારતા ચોટીલાની ધો.૧૦ની છાત્રાનું પરિક્ષાના ૩ દિ' પહેલા મોત

વઢવાણ તા. ૯ : ચોટીલાના મફતીયાપરા વિસ્તારમાં રહેતા કોળી ઠાકોર સમાજના ભરત મનજી સુરેલાની ૧૭ વર્ષની પુત્ર પાયલ ધો.૧૦માં પરીક્ષા આપે એ પહેલાજ ટ્રેલર અને બાઇકના સર્જાયેલ અકસ્માતમાં મોતને ભેટેલ છે.

સાયલા તાલુકાના ધારાડુગરી ગામ ખાતે રહેતા તેના મામાના પુત્ર રાહુલ ભીખાભાઇના લગ્નના જમણવારમા ભાગ લઇ અને પરત ફરતી હતી ત્યારે સગાના બાઇક પાછળ બેઠેલ પાયલ અને એના સગાના બાઇક સાથે સિલપ્ટ ભરી જતા ટ્રેલરના ચાલકે બાઇક હડફેટે લઇ અકસ્માત સર્જાયો હતો.

જે ઘાયલ અવસ્થામાં પાયલનું આ અકસ્માતમાં મોત નિપજેલ છે(૬.૨૫)

 

(4:27 pm IST)