Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

પત્ની અને સંતાનોની હત્યાના ગુનામાં સજા ભોગવતા ભુપત નાટીયાનું હદયરોગના હુમલાથી મોત

સુરેન્દ્રનગર જેલમાં બનાવઃ ચોટીલાના હિરાસરમાં પત્ની અને પુત્ર-પુત્રીની ત્રણ વર્ષ પહેલા હત્યા કરી'તીઃ મૃતદેહને ફોરેન્સીક માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા.૯: ચોટીલાના હિરાસરમાં ત્રણ વર્ષ પહેલા ત્રીપલ મર્ડર કેસમાં સુરેન્દ્રનગર જેલમાં રહેલા કાચાકામના કેદીનું  છાતીમાં  દુઃખાવો ઉપડતા મોત નિપજતા તેના મૃતદેહને ફોરેન્સીક માટે રાજકોટ ખસેડાયો છે.

મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જેલમાં કાચા કામનો કેદી ભુપત લાખાભાઇ નાટીયા (કોળી) (ઉવ.૪૫)ને ગઇકાલે છાતીમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. જાણ થતા સુરેન્દ્રનગર પોલીસે ફોરેન્સીક પીએમ માટે ભુપત નાટીયાના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે મૃતક ભુપત નાટીયા સીઆરપીએફ ફરજ બજાવતો હતો. તેણે તા.૨૩-૬-૧૬ના રોજ પત્ની તથા પુત્ર અને પુત્રીની ફાયરીંગ કરી હત્યા કરી હતી.(૧.૯)

(2:27 pm IST)