Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ધોરાજીના મોટીમારડના સરપંચની દુષ્કર્મ પ્રકરણમાં રિમાન્ડની તજવીજ

ધોરાજી તા. ૯ : મારડની પટેલ પરીણીતાએ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં મોટી મારડના સરપંચ જગદીશ રતનશી અધડુક તેમજ બે મહિલાઓ હંસાબેન ભુત અને જયશ્રીબેન ભુત વિરૂધ્ધ દુસ્કર્મની ફરીયાદ નોંધાવેલ બાદ પાટણવાવ પોલીસે બે મહિલાઓની ધરપકડ કરેલ અને સરપંચ જગદીશ અધડુક આ સમયે નાસી ગયેલ જે બનાવના આજે રાા મહિના થયા બાદ સરપંચને આગોતરા જામીન માટે અરજી કરેલ જે ન મળતા અંતે લાંબી કાનુની કાર્યવાહીમાં નિષ્ફળતા મળતા અને પાટણવાવ પોલીસમાં સામેથી હાજર થતા ગુરૂવારે પાટણવાવ પોલીસે ધરપકડ કરી હતી.

ઉપરોકત બનાવ અંગે રિમાન્ડની માગણી સાથે ધોરાજી કોર્ટમાં રજુ કરશે તેવું પાટણવાવ પોલીસે જણાવેલ હતું.

(1:01 pm IST)