Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

જામનગર જી.માં કેટલા જર્જરીત વીજવાયરો થાંભલા બદલ્યા ? છાત્રાલય અંગે પણ પૂછાણ

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા સવાલોની વણઝાર

જામનગરઃ ગુજરાત વિધાનસભામાં જામનગર ૭૮ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા)એ ઉર્જા વિભાગને લગતા ઉર્જામંત્રીને પ્રશ્ન પુછેલ તા.૩૧-૧ર-ર૦૧૭ની સ્થીતીએ સાગરખેડુ સંવાર્ગી વિકાસ યોજના અંગર્તત છેલ્લા બે વર્ષમાં જામનગર જીલ્લામાં કુલ કેટલા કિ.મી. જજૂરિત વિજ વાયરો અને કેટલા થાંભલા બદલવામાં આવ્યા છે ? અને આ કામ પાછળ કુલ કેટલો ખર્ચ થયેલ છે ? આ પ્રશ્નના જવાબમાં ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે જામનગર જીલ્લામાં સાગરખેડુ સર્વાગી વિકાસ યોજના અંતર્ગત ૪ર૩.૦૪ કિ.મો. જર્જરીત વિજ વાયર બદલવામાં આવેલ છે. ૧૭૪ર થાંભલા બદલવામાં આવ્યાં છે અને આ કામ માટે રૂ.૧૯૭.૬૯ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

જામનગર જીલ્લામાં અનુસુચિત જાતીના છાત્રાલય અંગેનો પ્રશ્ન જામનગર ૭૮ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા)એ ઉઠાવ્યો હતો કે જામનગર જીલ્લામાં ૩૧-૧ર-ર૦૧૭ની સ્થીતીએ અનુ. જાતીના કેટલા છાત્રાલયો ચાલે છે અને આ છાત્રાલયોમાં માન્ય સંખ્યા કેટલી છે જેના જવાબમાં સામાજીક ન્યાય અને અધિકાર મંત્રીએ જવાબ આપેલ હતો કે સરકારી છાત્રાલય ર (બે) આવેલ છે અને આ સરકારી છાત્રાલયમાં કુલ ૧૬૦ માન્ય સંખ્યા છે જયારે ગ્રાન્ટ ઇન એઇડ કુલ પ છાત્રાલય આવેલ છે જેમાં ૧પ૬ માન્ય સંખ્યા છે.

એવી જ રીતે બીજો પ્રશ્ન એ પુછેલ કે વર્ષ ર૦૧૭-૧૮માં કેટલા છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવેલ છે ? જેના જવાબમાં સામાજીક ન્યાય અને અધિકાર મંત્રી જવાબ આપેલ હતો કે સરકારી છાત્રાલયમાં ર (બે) અને ગ્રાનટ ઇન એઇડમાં કુલ પ એમ કુલ ૭ છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવેલ છે.  ધારાસભ્ય હકુભા જાડેજાએ વધુમાં એમ પુછેલ કે જામનગર જીલ્લામાં છાત્રાલયમાં શુ-શું સગવડતાઓ અનુ. જાતીના વિદ્યાર્થીઓને પુરી પાડવામાં આવે છે જેના જવાબમાં મંત્રીશ્રીએ જણાવેલ કે છાત્રાલયોમાં રહેવાની, જમવાનીતથા રમત-ગમતના સાધનો બુક બેન્ક, અલ્પ પુસ્તકો વિગેરે નિયમઅનુસાર સુવિધાઓ વિના મુલ્યે પુરી પાડવામાં આવે છે.

(11:53 am IST)