Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

જામનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે દિકરીના માતા - પિતાને ચાંદીના સિક્કો - મમતા કિટ અર્પણ

 જામનગર : આજના યુગમાં મહિલાઓ નારીમાંથી નારાયણી બની રહી છે. આપણે આપણી દિકરીને તુલસી કયારો ગણી, ભણાવી-ગણાવી આગળ વધારવી જોઇએ ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગરની જી.જી.હોસ્પિટલના ગાયનેક વિભાગને ફુલો, દિવડા અને બેટી બચાઓ બેટી પઢાઓની રંગોળીથી સુશોભિત કરવામાં આવેલ. આ પ્રસંગે કલેકટર રવિશંકર, ડી.ડી.ઓ. મુકેશ પંડ્યા, મેયર પ્રતિભાબેન કનખરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.જે.પંડ્યા, જિલ્લા ઇમ્યુનાઇઝેશન અધિકારીશ્રી બથવાર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજેશ પટેલ, ડીન ડો.નંદીનીબેન દેસાઇ  તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નન્હી પરી અવતરણ યોજનાના ભાગરૂપે ૭ માર્ચના રાત્રીના ૧૨ કલાકથી ૮ માર્ચ રાત્રીના ૧૨ કલાક સુધીમાં જન્મ લેનાર દિકરીના માતા-પિતાને ચાંદીનો સિક્કો અને મમતા કિટ અર્પણ કરવામાં આવેલ. જી.જી. હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.પંકજ બુચ, ડોકટર અને નર્સિંગ સ્ટાફ, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીગણ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(11:52 am IST)