Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

જામનગરમાં આર.સી.ફળદુના કાર્યાલયનો ગાયત્રીયજ્ઞ સાથે પ્રારંભ

જામનગરઃ દક્ષિણના ધારાસભ્ય આર.સી.ફળદુએ આપેલ વચન મુજબ એસટી રોડ પર સિધ્ધી વિનાયક પ્લાઝા બિલ્ડીંગના પ્રથમ માળે ગાયત્રી યજ્ઞ કરી શહેરની પ્રજા માટે કાર્યાલય ખુલ્લુ મુકયું છે. આ પ્રસંગે સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ભાજપ અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચા, જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી ચંદ્રેશભાઇ પટેલ, મેયર પ્રતિભાબેન કનખરા, પુર્વ ધારાસભ્ય વસુબેન ત્રિવેદી, લાલજીભાઇ સોલંકી, મેઘજીભાઇ ચાવડા, ભાજપના મહામંત્રીઓ વિમલભાઇ કગથરા, ધર્મરાજસિંહ જાડેજા, પ્રકાશભાઇ બાંભણીયા, જીલ્લા ભાજપ મહામંત્રી ડો.ભંડેરી, ડે. મેયર ભરતભાઇ મહેતા, સ્ટે. કમીટી ચેરમેન કમલસિંહ રાજપુત, દંડક દિવ્યેશ અકબરી, જાડાના ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, શાંતી કન્સ્ટ્રકશનના માલીક મનસુખભાઇ દેવાણી, જીલ્લા પંચાયતના પ્રમુખ પી.બી.વસોયા, શહેર સંગઠનના ઉપપ્રમુખ ગોપાલભાઇ સોરઠીયા, ખુમાનસિંહ સરવૈયા, શીશીરભાઇ કટારમલ  ભાજપના પુર્વ પ્રમુખશ્રીઓ મુકેશભાઇ દાસાણી, અશોકભાઇ નંદા, નિલેષભાઇ ઉદાણી, પુર્વ મેયરશ્રીઓ દિનેશભાઇ પટેલ, હસમુખભાઇ જેઠવા રાજુભાઇ શેઠ, સનતભાઇ મેતા, પટેલ સમાજના અગ્રણીઓ ગંગદાસભાઇ પટેલ, વિરજીભાઇ પટેલ, જમનભાઇ ફળદુ, અરજણભાઇ સોજીત્રા, ખોડલધામના ટ્રસ્ટી વશરામભાઇ ચોવટીયા, જયકેબલવાળા  મનસુખભાઇ રાબડીયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તુલસીભાઇ ગજરા, જાણીતા બિલ્ડર મેરામણભાઇ પરમાર યુવા મોરચાના પ્રમુખ મનીષભાઇ કટારીયા, મહિલા મોરચાના પ્રમુખ શારદાબેન વિઝુંડા તમામ કોર્પોરેટરશ્રીઓ તેમજ ભાજપ શહેર જીલ્લાના સંગઠનના હોેદેદારો મોરચા-સલના હોદેદારો વોર્ડ પ્રમુખ મહામંત્રીઓ, વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ વિવિધ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. લોકોને ૧૦૬ સિધ્ધી વિનાયક પ્લાઝા, દેવરાજ દેપાળ સ્કુલની બાજુમાં સુમેર કલબ રોડ જામનગર ફોન નં. રપપ૯૦૬૦ ખાતે પ્રશ્નો તેમજ રજુઆત તેમજ મુલાકાત માટે સંપર્ક કરવા ધારાસભ્યશ્રી દ્વારા જણાવાયું છે. (તસ્વીરઃ અહેવાલઃ મુકંુદ બદીયાણી-જામનગર)

(11:51 am IST)
  • માળીયા મિંયાણામા પાણીની ભારે તંગી : એક બેડા માટે ૩ કિ.મી. દૂર રઝળપાટ : મહિલાઓ અને પુરૂષોએ સાથે પીવાના પાણી ભરવા જવુ પડે છે : ઉનાળાના પ્રારંભે જ વિકટ પરિસ્થિતિ access_time 5:54 pm IST

  • એસટી બસનું છેલ્લા બે વર્ષમાં સરકારી કાર્યક્રમોમાં ભારે ઉપયોગ, તેમ છતાં ભાડાની પૂરી રકમ હજુ સુધી ચૂકવાઈ નથી : બે વર્ષમાં ૪૭૦૪૧ બસો દોડાવાઈ : પરંતુ ભાડાપેટાની ૨૨.૭૮ કરોડ જેવી રકમ ચૂકવાઈ નથી access_time 5:53 pm IST

  • જીતેન્દ્ર પરના જાતિય શોષણના કેસમાં નવો વળાંક : તેની કઝિને ફેરવી તોળ્યું, હવે કહ્યું ‘માત્ર છેડતી કરી હતી, સંબંધ નહોતો બાંધ્યો’ access_time 9:24 am IST