Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ઉના તાલુકામાં મહિલા દિને પાંચથી વધુ બાળકીના જન્મઃ ચાંદીના સિકકા અપાયાં

ઉના તા. ૯: વિશ્વ મહિલા દિવસની ઉજવણીમાં દિકરીનો જન્મ થયેલને ચાંદીનો સીકકો, મમતા કિટ, મીઠાઇ ત્થા ગુલાબનું ફુલ આપી સન્માનીત જીલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન હરીભાઇ સોલંકીના હસ્તે કરાયાં હતાં.

આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે સરકારી હોસ્પીટલ ત્થા ખાનગી હોસ્પીટલમાં જે મહિલાઓએ દિકરીનો જન્મ આપ્યો છે. તેને ગીર સોમનાથ જીલ્લા પંચાયતનાં આરોગ્ય સમિતિના ચેરમેન હરીભાઇ બોઘાભાઇ સોલંકી પૂર્વ નગરપાલિકા પ્રમુખ મયંકભાઇ જોષી દવાખાને રૂબરૂ જઇ જનેતાને ગુલાબનું ફુલ, ચાંદીનો લક્ષ્મીજીનો સિકકો, શુધ્ધ મીઠાઇનું બોક્ષ, ઝભલું, રમકડું ત્થા મમતા કીટ આપી અભિનંદન સાથે શુભેચ્છાઓ આપી હતી. બપોર સુધીમાં ઉના વિસ્તારમાં પાંચથી વધુ બાળકીનો જન્મ થયાની માહિતી મળી રહી છે.

(11:50 am IST)