Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

કુંકાવાવ સરકારી દવાખાનામાં દર્દીઓ હેરાન

ડોકટરો અને કર્મચારીઓની અનિયમિતતા

કુંકાવાવ તા. ૯ :.. આરોગ્ય કેન્દ્રમાં તબીબો અને કર્મચારીઓની અનિયમિતતાથી દર્દીઓ હેરાન છે.

બે ડોકટર એક સાથે નિયમ પ્રમાણે ઓપીડીમાં જવલ્લેજ દેખાય છે. બન્ને ડોકટરની સહમતીથી એક ડોકટર ત્રણ - ચાર દિવસ સંભાળે બાદમાં બીજા ડોકટર બે-ચાર દિવસ દવાખાનું સંભાળી રહ્યા છે. તો નર્સીંગ સ્ટાફમાં પણ પોતાની અનુકુળતા પ્રમાણે સમય સાચવવામાં આવી રહ્યાના આરોપ લોકો લગાવી રહ્યા છે.

કોમ્પ્યુટર રાઇઝ હાજરી મશીન ફીંગર પ્રીન્ટવાળુ અહીંના સામુહિક આરોગ્ય કેન્દ્ર પર અમુક સમયે બંધ થઇ જાય છે. જેનો પુરો લાભ કર્મચારીઓ ઉઠાવે છે.

જેના કારણે કોણ ગેરહાજર અને કોણ ઘેર હાજર રહે છે. રોજના ૩૦૦ થી ૩પ૦  ઓપીડી કેસ આવતા હોય તો વાયરલ બદલાતી ઋતુમાં ૪૦૦ ઉપરની સંખ્યા હોય છે. કયારેક તો સારી કંપનીની દવાની અછત, ગરમ પાટા વગેરેની બુમ જાગૃત નાગરીક ઉઠાવે છે. પરંતુ વર્ષોથી એક જ જગ્યા પર આરામથી કામ સ્વેચ્છાએ થઇ રહયું છે. ત્યારે દર્દીઓના હિતમાં તાકીદે યોગ્ય કરવા માંગ ઉઠી છે.

(11:47 am IST)