Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

વડિયામાં એટીએમના સર્વર ડાઉનઃ પાંચ દિવસથી બેંકના ધક્કા ખાતા ગ્રાહકો

વડિયા તા. ૯ : ઉપરોકત વિગત અનુસાર છેલ્લા પાંચ-પાંચ દિવસ એટીએમના સર્વર ડાઉનના જવાબો સાંભળી લોકોની મહેનત અને પરસેવા ની કમાણી ને લોકો ઉપયોગમાં ન લઈ શકયા અને આ વિતેલા પાંચ-પાંચ દિવસોમા સામાન્ય આમઆદમી એ પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરેલ છે ગરીબ આમ આદમી પોતાની મજુરી પાડીને લાઈનોમાં આખો દિવસ બગાડી મહેનતના પૈસાની સગવડો માંડ કરી રહયા છે. લાગવગ્યા, માલેતુજાર ,વેપારીઓ, રાજકીય આગેવાનો આખો દિવસ રોજીંદા કામગીરી કરે છે સાંજે બેંકો ના વચેટીયાઓની મદદથી લેવડ દેવડ કરી રહયા છે. ત્યારે આમ આદમીને વડિયા શહેરના બેંક કર્મચારીઓની બેદરકારીના કારણે પડયા પર પાટુ લાગે તેમ શહેરના તમામ એ.ટી.એમ.માં છતે પૈસે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

રિઝર્વ બેંક અને સરકાર શ્રી તરફ થી કરવામાં આવી રહેલી જાહેરાત ઙ્ગમુજબ ની એકપણ સુવિધાઓ વડિયા શહેરના એકપણ એ.ટી.એમ માં ઉપલબ્ધ નથી. આખો દિવસ એકજ કેશિયર બારીના લીધે લાઈનો મા સમય વેડફાતા ગ્રાહકો માટે એ.ટી.એમ માંથી રકમ નિકળતી નથી. બેંકના અધિકારીઓનુ મૌન ગ્રાહકોને અકળાવી રહ્યું છે આ બાબતનું ધ્યાન દોરવામાં આવે છે છતાં બેદરકાર અધિકારીઓ તરફથી મૌખીક જવાબ રૂપી કાર્યવાહી સિવાય કાઈ મળતુ નથી મધ્યમ વર્ગના લોકોના રોજીંદા વ્યવહારો ખોરવાય જવા પામેલા છે છતા બેંક માં ફરજ બજાવી રહેલા કર્મચારીઓ અસરકારક કામગીરી કરવામાં નિષ્ફળ ગયેલા જણાય છે અને સામાન્ય માણસ પોતાના બેંકના ખાતા માં પૈસા ઉપાડી શકતો નથી અને ઘરમાં એ રાખી શકતો નથી જેની નોંધ લેવામાં આવે અને તમામ એ.ટી.એમ માં રકમ ભરવામાં આવે જેથી લોકો સહેલાઈથી પોતાનો વ્યવહાર કરી શકે છેલ્લા પાંચ-પાંચ દિવસથી એટીએમ બંધ જેના કારણે લોકો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડેલ છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ,બીઓઆઈ બેંક શાખા ગ્રાહકો ની લાંબી કતારો લાગે છે ત્યારે એસબીઆઈ અને બેંક ઓફ ઈન્ડિયા ના મેનેજરો પાસે મૌખીક રજુઆતથી ગ્રાહકોને સંતોષ મળતો નથી અને વચેટિયા સિવાય કામ થતું નથી અને બેક ખાતા ખોલાવા માટે ગ્રાહકોએ વચેટિયા વગર મોટી અકળો સાંભળવી પડે છે સત્વરે તાત્કાલિક ગ્રાહકોના હિતમાં અસરકારક પગલા લઇ આવનારા ગ્રાહકો માટે ટોકન વ્યવસ્થાની જેમ સરાહનીય વિશેષ સેવાઓ ઉપલબ્ધ થાય ત્યારે બન્ને બેંક ના બેદરકાર મેનેજર બીજી કેશિયર બારીની લોકમાંગોની નોંધ લઇ ગ્રાહકો માટે સવાર થી સાંજ ટોકન સિસ્ટમ કરેલ છે તો કેશિયર બારી બીજી ખુલ્લી મુકવામાં આવે તે જરૂરી છે અને એ.ટી.એમ.માં જરૂરી રકમ ભરી લોકો ને સુવિધાઓ આપે તે લોકહિત માટે જરૂરી જણાય છે.

(11:46 am IST)